પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાતચીતની કલા ૧૭૯
 


એ અંતે તો હૃદયનો વૈખરીવિલાસ છે. એમાંથી આખો માનવી પકડાઈ આવે છે; કયા સમૂહનો, કયા વર્ગનો, કઈ પ્રજાનો એ માનવી છે. એ પણ એમાંથી પકડાઈ આવે છે.

એક માતા દીકરીનું લગ્ન કરી આવ્યાં. એક પરિચિત ભાઈએ તેમને મળતાં નમસ્કાર કરી વાતચીત આરંભી:

‘દીકરીનું લગ્ન કરી આવ્યાં ?’

માતા તરફથી તેમને જવાબ મળ્યો

‘તે કેમ વળી ? લગ્ન કરીએ શું?’

ઓળખીતા બાઈની સાથે પ્રશ્ન કરનારને સામાન્ય વાતચીત જ કરવાની હતી. દીકરીનાં લગ્ન એ બાઈનાં જીવનનો હમણાં જ ઉજવાઈ ગયેલેા ઉત્સવ હતો, જેને વળગીને માત્ર ખબર જ પૂછવાની હતીઃ લગ્ન કેમ કર્યું? શા માટે કર્યું? કર્યું જ કેમ ? એવી કશી જ માનસિક વૃત્તિ એ પ્રશ્ન પાછળ હતી જ નહિ. કશી પણ વૃત્તિ હશે તો તે લગ્ન પ્રત્યેની ઉદાસીનતા જ હશે. મુસ્લિમ સરખી નજુકત ભરેલી વાતચીત કરવામાં કુશળ કોમે પણ ‘તેરા ચલે તો માર ડાલીઓ !’ જેવી અર્ધ- હિન્દી–અશુદ્ધ હિન્દી–લઢણમાં વાતચીતના મારકણાપણાને ઠીક સ્કુટ કર્યું છે. આ જવાબપછી બીજું જે જીવતુ રહે તે ખરું. પરંતુ વાતચીત તો મરી જ જાય.

‘ખોટું લાગે તો ભલે ! પણ અમે સાચું જ કહેવાના’ એવા સતવાદી રોગથી ભરેલા ઘમંડી માનવીઓ પણ આ મારકણા માનવીઓની માફક વાતચીતને તૂરી કે કડવી બનાવી રહે છે. સતની ઝંડી સતત ફરકાવતા ફરવાથી સત્ય વિજય પામતું નથી. માનવીને એકલા સત્યનીજરૂર નથી; નગ્ન સત્યની તો નહિ જ‚ નગ્નતા બીભત્સ ભાવની સૂચક છે, અને બીભત્સ ભાવ રસની કક્ષાએ ચઢવા માટે અનુપમ સૌન્દર્ય–કલા–નો આશ્રય લે છે. સત્ય પણ પ્રિય બનીને આવે તો જ એનો સ્વીકાર થાય. આનંદરહિત સત્ય–મીઠાશ રહિત સત્ય કદાચ સત્ય નહિ જ હોય.

આપણી વાતચીત હજી આ યુગમાં કલા બની શકી નથી. કલા બનવાએ મથન કરે છે એ સમયે આપણે સમજી લઈએ કે આપણી એક બે પેઢી ઉપર વાતચીત એક સુંદર કલા તરીકે વિકસી શકી હતી. આપણા