પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાતચીતની કલા ૧૮૧
 

યાદ કરી લઈએ :

વાતચીતને સમયની મર્યાદા હોય છે. કોઈ પણ વાર્તાલાપમાં અડધા કલાકથી વધારે આપણી જરૂર છે એમ ન માનવામાં વાર્તાકલા બહુ સલામત રહે છે.

વાતચીતને સ્થળ-સ્થાન પણ ઘડે છે એ કદી ન ભૂલવું. કવાયતના મેદાનમાં લશ્કરી વાતચીત થાય. જનાનખાનામાં જંગી બૂમોની નહિ.

સામાન્ય વાતચીતને કોઈ સિદ્ધાન્તવિષયક વાદિવવાદનો અખાડો ન જ બનાવી શકાય. કોઈ ચર્ચાસ્પદ સિદ્ધાન્ત એમાંથી ફૂટી નીકળે તો તેનુ વિષયાંતર કરી નાખવામાં જ કલા સચવાશે. ઝાડ ઉપરથી નાળિયેર પાડનાર જેવી એકાગ્રતાની વાતચીતમાં જરૂર નથી. બગીચાની સહેલગાહ જેવી હળવી, ફરતી, રમતી, વૃત્તિ વાતચીતને કલા બતાવવા માટે આવશ્યક છે.

વાતચીતના માલિક આપણે એકલા જ છીએ એમ માનવાની ભૂલ કદી ન કરવી. હાજર રહેલા સહુનો એમાં ભાગ હોવો જોઇએ, કલા એમાંજ રહેલી છે કે વાતચીતમાં સહુને ભાગ લેવાનું મન થાય અને એ ભાગ મળે જ. વાત કરવાની ઈન્તેજારી સાથે વાત સાંભળવાની ઈન્તેજારી પણ એટલી જ હોવી જોઇએ. વાતચીત એ સહકારી મંડળી છે–ખાનગી લિમિટેડ કંપની નહિ.

વાતચીત એ આપણી ચાલાકી, બાહોશી, વિદ્વત્તા કે મોટાઈ દર્શાવવાનું પ્રદર્શન નથી; અન્યની ચાલાકી, બાહોશી, વિદ્વતા કે મોટાઈ ખોળી કાઢવાનું સાધન છે જરૂર.

જીવનમાં હાસ્યને સ્થાન છે, મોટું સ્થાન છે; આપણે હસીએ છીએ એ કરતાં વધારે મોટું સ્થાન છે. પરંતુ જીવનમાં હાસ્ય સિવાય બીજું કાંઇ જ નથી એમ માનતા કેટલાક સજ્જનો સતત હસાવ્યા કરવાના ભગીરથ પ્રયત્નમાં ન પડે તો હાસ્ય પણ વધારે રૂપાળું બને. વિદૂષકને નાટકનો નાયક બનાવીએ તો અંત કરુણ રસમાં આવે.

ક્લેશ કરવાને, વેરઝેર ફેલાવવાને, ઘા કરવાને, ખામીઓ આગળ કરવાને માટે વાતચીતનો ઉપયોગ કરવાની જરૂર નથી. વાતચીત