પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રાજકીય પ્રતિનિધાન ૧૮૭
 

(ર) લીગ એફ નેશન્સ–રાષ્ટ્ર સમૂહ

(૩) U.N.O. સંયુક્ત રાષ્ટ્રતંત્ર

આ ત્રણેમાંથી એકે સંસ્થા સફળ થઈ થઈ એમ કહી શકાય નહિ. હેગની અદાલત માંદી માંદી હજી રસળ્યા કરે છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી રચાયલું લીગ ઓફ નેશન્સ બીજા વિશ્વયુદ્ધમાં અંત્યેષ્ટિ સંસ્કાર પામી ચૂક્યું છે. એની ભસ્મમાંથી ઉપજેલું U.N.O. આજ તો કોરિયાને સ્મશાન ભૂમિ બનાવી રહ્યું છે, અને કાશ્મીરને એ જ માર્ગ વાળવા મથે છે. એને જ્યારે સફળતા મળે ત્યારે ખરી, પરંતુ એક સત્ય તો સ્પષ્ટ થાય છે કે યુદ્ધ એ પ્રજા વચ્ચેના કોઈપણ પ્રશ્નનો અંતિમ ઉકેલ લાવી શકતું નથી, વિનાશના માર્ગો મોકળા કર્યે જાય છે. એના કરતાં શાંતિનો માર્ગ સ્વીકારવામાં વધારે માણસાઈ છે એટલું જ નહિં; પરંતુ વધારે વ્યયહારપણું છે. એ શાંતિના માર્ગ તરફ લઈ જવાની શક્યતા ધરાવતું એક મહત્ત્વનું રાજ્ય અંગ તે આ પ્રતિનિધિમંડળ.

એ પ્રતિનિધિમંડળને કાયદેસરપણાની છાપ મળેલી હોય છે એટલે એ પ્રતિષ્ઠિતમંડળ ગણાય. જે રાજ્યમાંથી તે જાય તે રાજ્યની રાજ્યનીતિ, તે રાજ્યના અને તે રાજ્યની પ્રજાના સંસ્કાર અને તેની દક્ષતાનું એ પ્રતિનિધિ હોય. એના ઉપર જ મુખ્યત્વે જે તે રાજ્યની પ્રતિષ્ઠા તથા શાખનો આધાર રહેલો છે. પોતાના દેશની પરદેશમાં પ્રતિષ્ઠા જાળવવી અને પરદેશ સાથેના સંબંધો, સરળ, શીળા અને પ્રતિષ્ઠિત બનાવવા એ તેનુ પ્રથમ કાર્ય.

અને બીજું મહત્ત્વનું કાર્ય એ કે જે દેશમાં એને પ્રતિનિધાન મળ્યું હોય તે દેશની ચાલુ હકીકતો અને વિચાર પ્રવાહોનો પરિચય સાધવો, એ દેશના ઈતિહાસ, ભૂગોળ અને સંસ્કૃતિ સમજવાં, એના બલાબલની તુલના કરવી, એ દેશના વિવિધ સમૂહોનું માનસ ઓળખવું, વિવિધ પ્રશ્નોના હાર્દને ઉકેલવું, પોતાના સ્વદેશને એ પરદેશ કેમ કરી વધારેમાં ઉપયોગી થઈ પડે, એવી પ્રણાલિકાઓ સ્થાપવી અને દેશ અંગે જાતે સજાગ રહી પોતાના સ્વદેશના રાજ્યતંત્રને સજાગ રાખવાં. સ્વદેશ અને પરદેશના સંબધો બાંધવાની કળાને