પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮ : સાહિત્ય અને ચિંતન
 

પોતે ઉત્પન્ન કરેલો ચમત્કાર વિશાળ જનતામાં સ્વીકાર પામે અને ટોપીમાંથી સસલું કાઢનાર જાદુગરની માફક સહુ કોઈ તેના તરફ વિસ્મય અને વખાણની ભાવનાસહ રહે જોઈ રહે એવી ગુપ્ત અર્ધગુપ્ત ઇચ્છા સાહિત્યકારને એક મહાઉપદ્ર-pest બનાવી મૂકે છે. કોલેજમાં પ્રોફેસરો નિદ્રાપ્રેરક ભાષણો કરતા હોય તે વખતે કેટલાક સંયમીઓ જાગ્રત રહેવા કવિતા લખતા હોય ત્યાં સુધી તેમની સાહિત્ય પ્રવૃત્તિને આપણે માફી આપી શકીએ. પરંતુ સાહિત્યનાં ધગધગતાં સ્ફુરણો એ સાહિત્યકારને ક્રિકેટના મેદાન ઉપર મિત્રોન કાન પાસે કવિતા લવતો કરી મૂકે ત્યારે આપણને જરૂર લાગે કે સાહિત્યને પણ સ્થળ અને કાળની મર્યાદા હોવી જોઈએ. સાહિત્ય એ આપણું સંસ્કારની છબી છે. પરંતુ મોટર-બસની મુસાફરીમાં ચઢ-ઉતરની ચિંતામાં પડેલા મુસાફરને કોઈ ઓળખીતો સાહિત્યકાર કવિતા વંચાવી સંસ્કારની છબી દેખાડે ત્યારે એ છબી વિકૃત બની જાય છે. વહાલી ની છે વહાલાં સંતાનોને પણ દૂર કરી નદીકિનારે કે બગીચામાં એકાંત શાધી બેસનાર જંજાળી પુરુષની આગળ સાહિત્યના પાનાં ખિસ્સામાંથી કાઢી, શૃંગાર, વીર કે હાસ્યરસની કૃતિ સમજાવવા મંથન કરનાર સાહિત્યકાર, એ ત્રણે રસને મહાકરુણમાં ફેરવી નાખે છે. બીભત્સ બાજુએ રાખીએ તો યે સાહિત્યકાર પોતાની સાહિત્યકૃતિ બતાવવા. વંચાવવા, સંભળાવવા કે કે સમજાવવા ગમે ત્યારે, ગમે તેને, ગમે તે સ્થળે તૈયાર–અતિ તૈયાર હોય છે, અને તેને લીધે સાહિત્યને અણગમતું બનાવી મૂકે છે. રસ્તે જતાં કોઈ વ્યકિતને ઉતાવળે જતી કે દોડતી હું જોઉં છું ત્યારે મને પ્રથમ ભય એ જ લાગે છે કે એ વ્યક્તિની પાછળ કોઈ સાહિત્યકાર નવી લખેલી કવિતા કે વાર્તા વંચાવવા પડયો છે શું? સંસારને સુખમય બનાવવા ઈચ્છતા સર્વ સંસારવિધાયકોને મારી એક બે વિનંતી છે –સાહિત્યકાર થવા ઇચ્છનાર સહુએ કપા કરી પોતાનાં સગા સંબંધીઓ, મિત્રો, ઓળખીતાઓ અને શુભેચ્છકોને પોતાના સાહિત્યથી જેમ બને તેમ દૂર રાખવાં; અને ખાસ કરીને પતિ સાહિત્યકાર હોય તે પત્ની અને પત્ની સાહિત્યકાર હોય તો પતિને જાણવા પણ ન દેવું કે તે સાહિત્ય