પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૮ : સાહિત્ય અને ચિંતન
 

આજની દુનિયા DiPlomacy–મુત્સદ્દીગીરીને નામે ઓળખે છે.

રખે કોઈ માને કે આ મુત્સદ્દીગીરીનો ઉપયોગ આજની દુનિયા કરે છે. આ વહીવટ પ્રાચીન કાળથી ચાલ્યો આવે છે. એક રાજ્ય વચ્ચે સંબંધ બાંધવામાં રહેલાં શાસ્ત્રીય તત્ત્વો સમજાવતા પ્રાચીનગ્રન્થો, પ્રાચીન ભારતમાં પણ હતા, જેમાં મુખ્યત્વે આપણે નીચ પ્રમાણે ગણાવી શકીએ:

(૧) ચાણાક્યનું અર્થશાસ્ત્ર

(ર) શુક્રનીતિ.

(૩) કામન્દક નીતિસાર.

(૪) મહાભારતમાંનું શાંતિપર્વ

એ સિવાય ઘણું સાહિત્ય જુદા જુદા ગ્રંથોમાં વેરાયેલું પડ્યું છે અને રાજ્યનીતિનાં અનેક સુભષિતો પણ પ્રચલિત છે.

અંગ્રેજી ભાષામાં તો એ સંબધી અનેક પુસ્તકો મળી આવે છે જેમાંથી થોડાંક નામ અત્રે આપવાં યોગ્ય થશે:

(૧) મેશિયાવેલીનું પ્રીન્સ તથા હીસ્ટ્રી ઑફ ફ્લોરેન્સ.

(ર) થ્રોટીઅસનું–Ambassador and, his functions, પ્રતિનિધી અને એનો કાર્ય પ્રદેશ.

(3) Mowat's history of European diplomacy. યુરોપીય મુત્સદ્દીગીરીનો ઇતિહાસ.

(4) Cambridge History of British foreign policy. બ્રિટીશ પરદેશ નીતિનો ઇતિહાસ.

Diplomacy by Lord Renell–મુત્સદ્દીગીરી.

આ સિવાય ઘણા ગ્રંથો, પત્રવ્યવહારો, રાજકીય પુરુષોનાં જીવનચરિત્રો, યુદ્ધ ઇતિહાસો અને વિશિષ્ટ ઇતિહાસોમાંથી ઘણું ઘણું વાચન મળી આવે એમ છે.

ભારતે જ્યારે સ્વરાજ્ય મેળવ્યું છે ત્યારે સ્વતંત્ર દેશ અને પ્રજા તરીકે પરરાજ્યો સાથે તેને સંબંધો ખીલવવા પડશે અને આંતર- રાષ્ટ્રીય ક્ષેત્રોમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરવું પડશે, જેને માટે મુખ્ય સાધન આપણાં પ્રતિનિધિ મંડળો બની શકે એમ છે. આજના