પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રાજકીય પ્રતિનિધાન ૧૯૧
 

કરે છે કે પ્રાચીન ભારતના પરદેશ સંપર્ક આપણે ધારીએ એ કરતાં વધારે ગાઢ હતા.

રાજકાજમાં સામ, દામ, ભેદ અને દંડના ઉપાયો આર્ય રાજનીતિજ્ઞોએ જ ઉપજાવેલા હતા એમ માનવાનું કારણ નથી. સ્વદેશમાંથી પરદેશમાં જતા રાજકીય પ્રતિનિધિઓનું કાર્ય અતિશય નાજુક હોય છે. એ નાજુકી હજી સુધી આવાં પ્રતિનિધિ મંડળો માટે પૂર્ણ વિશ્વાસ ઉપજાવી શકતાં નથી. રાજ્યકાજમાં કુટિલ નીતિ આવશ્યક છે અને રાજ્યકાજના મુખ્ય અંગ સરખા પ્રતિનિધિ મંડળમાં પણ તે આવશ્યક છે એવું હજુ સુધી મનાય છે. એને Realism કહેવામાં આવે છે, વ્યવહારુપણું કહેવામાં આવે છે અને એમાં અમુક અંશે પોતાના દેશના લાભમાં જુઠાણાનો ઉપયાગ થાય તો હરક્ત નહિ એવી પણ માન્યતા હજી ચાલુ રહી છે. આપણે કેટલાક અંગ્રેજી વિદ્વાનોના અભિપ્રાય જોઈ લઈએ. એક લેખક આવા પ્રતિનિધિની વ્યાખ્યા કરતાં કહે છે:

“An ambassador is an honest man sent abroad to lie on behalf of his country”–રાજકીય પ્રતિનિધિ–એલચી એટલે કોણ ? પોતાના દેશ અર્થે જુઠું બોલવા માટે પરદેશ મોકલવામાં આવેલો એક પ્રમાણિક માણસ.”

એલચી તરીકે પ્રત્યક્ષ કામ કરી ચૂકેલો એક એલચી કહે છેઃ

“I have a congenital repugnance to tell a lie But I do not therefore necessarily disclose all that is in my mind – જુઠું બોલવાને મને જન્મથીજ કંટાળો છે. પરંતુ એનો અર્થ એ નહિ કે મારે મારા મનમાં જે હોય તે અવશ્ય પ્રગટ કરવું જ કરવું.”

એક રાજનીતિજ્ઞ નીચે પ્રમાણે સલાહ આપે છે:

“It is permissible for the ambassadors to corrupt the ministers of the court to which he is accedited – જે રાજ્ય દરબારમાં રાજ્યની મહોર છાપ સાથે રાજ્ય પ્રતિનિધિ મોકલ્યો હોય તે એ રાજ્ય દરબારના મંત્રીઓને લાલચો