પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



માટીનાં માનવી : વાઘેર

ગુન્હેગારની વાત કરતાં આપણે રખે ભૂલીએ કે ગુન્હેગાર પણ સામજિક પેદાશ છે, જેવી બીજી સામાજિક પેદાશ સાધુ સંતની છે. સમાજરૂપી માળામાં સાધુ પણ એક મણકા અને ચોર લૂંટારા પણ એક મણકો, આજનું સમાજશાસ્ત્ર તો મોટે ભાગે માને છે કે ગુન્હેમાર ઉપજાવવાની જવાબદારી આપણી સૌની–એટલે આખા સમાજની છે.

ગુન્હો કરતાં કરતાં માનવી એ ગુન્હામાં માન સમજતો થઈ જાય છે; એટલું જ નહિ પણ પોતાના ગુન્હાઇત કૃત્યને એક કલા તરીકે ખીલવે છે અને પોતાનાં સગાંવહાલાંમાં તેનો ફેલાવો કરી અંતે એ બધાં મળી એક ગુન્હાઇત કોમ તરીકે સ્થાપિત થાય છે. આમ ગુન્હાઈત તરીકે સ્થાપિત થયેલી કોમ વંશપરંપરામાં કેટલાક ગુન્હા અને કેટલોક ગુન્હાઈત સ્વભાવ આપતી જાય છે, એટલે વંશવિસ્તાર વધતાં ગુન્હાઈત વૃત્તિ પણ વધતી જાય છે.

એક બાજુ એવી કોમને ગુન્હા કરતી અટકાવવી અને શાંત, વ્યવસ્થિત સમાજને રંજાડતી બંધ કરવી એ પોલિસનો, કાયદાનો અને કેદખાનાનો એક મોટો વહીવટી પ્રશ્ન બની જાય છે; બીજી બાજુ એ કોમને સામાજિક દૃષ્ટિએ, ન્યાયની દૃષ્ટિએ, આપણે બધાય માટીના માનવીઓ છીએ, અને ગુન્હેગાર ઉપજાવવામાં જવાબદાર છીએ એ, દૃષ્ટિએ તેમને સમાજના ઉપયોગી અંગ તરીકે અપનાવી લેવાનો પ્રશ્ન, રાજવહીવટનો એક મહાન પ્રશ્ન બની જાય છે.

હિંદ જેવા વિશાળ દેશમાં આવી કેટલીયે ગુન્હાઇત કોમો છે, જે ખિસ્સા કાતરવાથી માંડી ઠગાઈ, લૂંટ અને ચાંચીંઆપણા સુધી, અરે ફાંસીખોરપણા સુધી પહોંચી ગયેલી હોય છે. ઝેર આપવામાં પણ કુશળતા ધરાવતી ટોળીઓ હોય છે. ગુન્હો કરવા તરફ તેમનું વલણ હોવા છતાં તેમનામાં કેટલાક એવાં સુંદર, માણસાઈ ભરેલાં લક્ષણો