પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માટીનાં માનવી : વાધેર ૧૯૭
 

જરૂર હતી. મેાહન–જો–ડેરો અને હરાપ્પાના અવશેષો હિંદની સંસ્કૃતિને સીરિયા સાથે સાંકળે છે. વાઘેરોના સરખી દંતકથાએ એ સાંકળને મજબૂત બનાવે ખરી.

અરબસ્તાનમાં આવેલો મુસ્લિમ ધર્મીઓનો પવિત્ર પાષાણ કાબા પણ આ વાઘેર–કાબાએાના અરબસ્તાન સાથેના સંસર્ગનો સૂચક હોઈ શકે. વાઘેરો ધર્મે હિંદુ છે, દ્વારકાધીશના તે ભક્ત છે, તેમનાં નામ પણ હિંદુ–ક્ષત્રિયોને મળતાં આવે છે, છતાં વાઘેરોમાં એક વર્ગ એવો પણ છે જે આછપાતળો મુસ્લિમ ધર્મ પાળે છે, અને વાઘેરોમાં અને મુસ્લિમોમાં કન્યાવ્યવહારની છૂટ પણ છે.

આમ વાઘેર જેવી પ્રાચીન કોમે ગ્રીસ, સીરિયા, અને અરબસ્તાનના કિનારાઓ જોયા હોય અને તેમની સંસ્કૃતિની આછીપાતળી છાપ તેમણે મેળવી હોય એ સંભવિત છે. મુસ્લિમ ધર્મીઓને કન્યા આપી શકાય અને છતાં હિંદુ રહી શકાય એ સામાજિક સગવડ ઇતિહાસનો એક પડઘો છે.

બાંટવાના એક મુસ્લિમ દરબારના જનાનખાનામાં એક વાઘેર સ્ત્રી હતી. એ વાઘેર રાણીનો દેહ બહુ પ્રચંડ અને તેનું મુખ બહુ તેજસ્વી હતું. મોજશોખ ભોગવી નિર્બળ બની નાજુકીને શોધતા ખોળતા દરબારે કોઈના દેખતાં વાઘેર રાણીની પ્રચંડ દેહકળાની મશ્કરી કરી. વાઘેર રાણીએ પતિદેવને એવી મશ્કરી ન કરવા વિનંતિ કરી, પરંતુ મજબૂત સ્ત્રીના નિર્બળ પતિ અંતે તેના પતિ તો ખરા જ ને ! તેમણે વિનંતિને હસી કાઢી, અને મશ્કરી કરવી ચાલુ રાખી. ભીંતે લટકાવેલી તલવાર વાઘેર રાણીએ ઉપાડી અને મ્યાનમાંથી બહાર ખેંચી ! નાજુક પતિદેવ મશ્કરી બાજુ ઉપર મૂકી જીવ લઈ બહાર ભાગ્યા, અને એ વાઘેર રાણીને પછીથી મનાવવા માટે તેમણે બહુ પ્રયત્નો કર્યા, છતાં જીવનભર એ વાઘેર નારીએ પતિનું મુખ ન જોયું. સ્ત્રીઓને મજબૂત બનવાનો બોધ આપનાર પુરુષોએ આ વાઘેર કથા વિચારવા સરખી છે. સ્ત્રીઓને મજબૂત બનાવવા માગતા પુરુષોએ પણ મજબૂત બનવું પડશે !

શ્રી. રાયચુરા વાઘેર શબ્દની વ્યુત્પત્તિ માટે એક કલ્પના કરે