પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦ : સાહિત્ય અને ચિંતન
 

પુત્રોને વસાઈના માણેક વાઘેરે આશ્રય આપ્યો હતો. વાઢેર અને વાઘેર આમ તા જુદા ગણાય; છતાં અરસપરસ એક બીજાને સારી મદદ કરી ઓખાના વીરત્વને ઝળકાવ્યે રાખતા હતા.

આ બધી પ્રાચીન વાતો થઈ. આપણે ઓગણીસમી સદીમાં આવીએ. ઓગણીસમી સદીની શરૂઆત એટલે અંગ્રેજોની ચઢતી અને હિંદી રાજસત્તાની પડતી. એ વારાફેરામાં અંધાધુધી ચારે બાજુએ ખરી. ઠગ પિંંઢારાનો એ યુગ. કાઠી અને જત ધાડાંનો એ યુગ. બહારવટીઆઓ અને ડાકુઓનો એ યુગ. એ યુગમાં વાઘેરોની ચાંચીયાગીરી પણ ખૂબ ખીલી નીકળી હતી. દ્વારકા પાસે પસાર થતું અંગ્રેજ બહાદુરોનુ એક વહાણ વાઘેરોએ જોયું, તેને ભરદરિયે ઘેર્યું અને લૂંટ્યું. ઉતારૂઓને હેરાન કર્યાં એમ પણ નોંધ થઈ છે, વિજયનાં બારણાં ખખડાવતી અંગ્રેજ પ્રજાને લૂંટાવામાં હેરાનગતિ તો જરૂર લાગે ! ઊતારૂઓમાં એક બાનુ પણ હતાં. લૂંટની ખબર પડતાં મુંબઈથી એક લશ્કરી વહાણ વાઘેરોને ઠેકાણે લાવવા મોકલવામાં આવ્યું; પરંતુ વાઘેરેાના કરતાં યે વધારે તોફાની ઓખાનો દરિયો નિવડ્યો, એટલે લશ્કરી વહાણે ડૂબવા કરતાં મુંબઈ પાછા જવું વધારે પસંદ કર્યું.

૧૮૫૭નો બળવો પૂરો થયો અને તેના સમાચાર દ્વારકા વાઘેરોને મળે એ સ્વાભાવિક હતું. અંગ્રેજ અને ગાયકવાડ સરકારના અમલદારોએ તોફાની વાઘેરો ઉપર દંડ નાખ્યા હતા. એની વસુલાત પદ્ધતિથી વાઘેરો ઘણા કંટાળતા. અંતે વાઘેર સરદારોએ ભેગા થઈ બંડ ઊઠાવ્યું અને ઓખામંડળના અમલદારને છુપા વેશે ભાગી જવું પડ્યુ. બંડ ઊઠે એટલે સાર્વભૌમ સત્તા સાંખી ન રહે. રાજકોટ, વડોદરા અને મુંબઈથી દરિઆઈ તેમજ જમીન ઉપરનાં લશ્કરો વાઘેરો ઉપર ચઢી આપ્યાં. કર્નલડૉનોવૉન અને કર્નલ લસ્કોબી જેવા યોદ્ધાઓએ નિષ્ણાત લશ્કરો સાથે તોપને મારો ઓખા ઉપર ચલાવ્યો. સ્થમ ઘેરો બેટને ઘાલ્યો. વાઘેરોએ પણ જબરજસ્ત સામનો કર્યો, અને કૈંક નામીયા અંગ્રેજ લડવૈયાઓ બેટની ભૂમિ ઉપર મરણને શરણ થયા. બહારના સૈન્ય સામે લાંબો વખત ટકી શકાય એમ ન હોવાથી વાઘેરો બેટમાંથી ભાગી સામે કિનારે પહોંચ્યા. અંગ્રેજોએ બેટ