પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માટીનાં માનવી : વાધેર ૨૦૧
 

ઉપર તોપમારો ચલાવ્યો અને ત્યાંનાં મંદિરોને ઘણું નુકસાન પહોંચાડ્યું. વાઘેરો દ્વારકામાં ભરાયા, એટલે અંગ્રેજ સૈન્યે દ્વારકાને ઘેરો ઘાલ્યો, અને તેમણે દ્વારકા જીતી લીધું. દ્વારકાધીશના મંદિરને પણ અંગ્રેજોની તોપથી ઈજા પહોંચી. એ ઘેરામાંથી ભાગી ગયેલા વાઘેરવીર જોધા માણેક, મૂળુ માણેક અને દેવા માણેક લોકકલ્પન્નામાં નવલકથાનાં પાત્ર બની ચૂક્યા છે. દ્વારકાથી ભાગી તેઓ બરડાના ડુંગરમાં ભરાયા અને તે ડુંગરમાંથી વખતોવખત નીકળી આવી આઠેક વર્ષ સુધી આખા કાઠિયાવાડને તેમણે ત્રાહી પોકરાવી. એમના નામની હાક વાગતી. રોતાં બાળકો તેના નામે છાનાં રહી જતાં અને તેમનું નામ સાંભળતાં ભલભલા શૂરવીરોના રાજા ગગડી જતા. જામનગર, જૂનાગઢ, અમરેલી, કેાડીનાર એ સર્વ સ્થળો જોધા અને મૂળુના ભયથી થરથર કાંપતાં રહેતાં હતાં. બાહેાશ અંગ્રેજ અને દેશી સરદારોએ આ બન્ને માણેકને પકડવા બહુ બહુ યાજનાઓ ઘડી, અને જંગલો તથા પર્વતો ખૂંદ્યા; પણ એ ભાઈઓ હાથ ન લાગ્યા. જોધો માણેક ગિરનારમાં મૃત્યુ પામ્યો અને મૂળુ માણેક હાલારમાં મૃત્યુ પામ્યો. મૂળુ અને દેવાની મરણકથા કાવ્યપ્રેરક છે.

અંતે આઠ વર્ષે એક સ્થળે દેશીસીબંદી લઈ ફરતા અંગ્રેજો અને મૂળુ માણેક તથા દેવા માણેકનો સામનો થયો. એક બાજુ અંગ્રેજ સેનાપતિઓના હાથ નીચેની ટુકડી અને સામી બાજુ આ બે વાઘેરો. સામસમા ગોળીબાર લાંબો વખત ચાલ્યા. બન્ને વાઘેરોના શરીર ગોળીઓથી વીંધાઈ ચાળણી બની ગયાં. બન્નેનાં આંતરડા પેટની બહાર આવ્યાં, છતાં એ આંતરડાંને પેટમાં પાછાં નાખી, વડની વડવાઈઓ પેઠે બાંધી. પડખામાં હથિયાર રાખી બન્ને વાઘેરવીરો મરવા માટે સૂતા. વાઘેરની ગોળી આવતી બંધ થઈ એટલે ધીમે ધીમે ઝાડ ઉપર ચડી નજર કરતાં અંગ્રેજ સાહેબોએ જોયું કે મૂળુ અને દેવાનાં શબ એક વડ નીચે પડ્યાં છે. પરંતુ શબ પાસે ઝડપથી જવાની કોઈની હિંમત યાલી નહી. ધીમે... બહુ ધીમે ઘોડા ઉપરથી ચોગરદમ ફરી, ડગલું ડગલું આગળ વધી શબથી પણ ડરતા બે નિષ્ણાત સાહેબો, હેબટ અને લાટુસ, વાઘેરોના શબ પાસે આવવાની હિંમત વધારતા ચાલ્યા, શબથી ૧૦ ફીટ દૂર આવ્યા, ૮ ફીટ દૂર આવ્યા પ ફીટ દૂર