પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માટીનાં માનવી: મિયાણા ૨૦૫
 

ચાતુર્ય પણ ઘણું ભારે. આ શક્તિઓ સાથે સરસ સૈનિક થવાને બદલે મિયાણાઓએ ચપળ ચોર, ભયંકર ડાકુ અને ક્રૂર લૂંટારા તરીકે નામના મેળવી. મિયાણાઓ એકથી ત્રીસ વિભાગમાં વહેંચાઈ ગએલા છે અને દરેક વિભાગનો એક એક ઉપરી હોય છે.

મોટે ભાગે મિયાણા ખુલ્લામાં રહેતા અને કુટુંબવાર ઝૂંપડાં બાંધી જીવન ગુજારતા. બાજરીના પુળાની તેમની ઝૂંપડીઓ “વાઢ" તરીકે ઓળખાતી. ટોળાબંધ આ વાઢમાં ભેગા થઈ સંતલસ કરી કોઈ આગેવાનની સરદારી નીચે તઓ પોતાની ચોરી લૂંટની પ્રવૃત્તિ કરતા, અને ચોરેલા માલને દાટવા સંતાડવા માટે બહુ બાહોશી બતાવતા. મિયાણાઓની આ લૂંટફાટ અટકાવવા માટે બહુ ભારે પ્રયત્નો કરવા પડ્યા છે, છતાં વિશ્વાસ રાખી શકાય એવો સુધારો તેમનામાં થયો હોય એવું અનુભવીઓને લાગતું નથી.

મિયાણો જાતે ખૂબ દેખાવડો, મિયાણી સ્ત્રી પુરુષો કરતાં પણ વધારે દેખાવડી, મિયાણા સ્ત્રીની નીતિ હળવી ગણાય. બન્નેમાં ચપળતા ઘણી અને થાક તો તે જાણે જ નહિ, મિયાણા પોતાને મુસલમાન કહેવડાવે છે અને પોતાના મૃત માણસને દાટે છે અને પીરની માનતા માને છે. છતાં તેમની રહેણી કરણી અને આદર્શોમાં રજપૂતોને તેઓ ઘણા મળતા આવે છે. રજપૂતોના ગુણ અને અવગુણો સાથે મળતા તેઓ હિંદુ, તેમના પીરની દરગાહ મુલતાનમાં છે. ચોરી અને લૂંટ ફાટ અંગે મિયાણાઓ ઉપર વધારે જાપ્તો રખાય તો તે જાપ્તાને બ્હાને મુલતાન પણ ભાગી જાય છે.

એક સમય તો એવો હતો કે ઝાલાવાડના ખેડૂતોને ખેતી કરવા જવું હોય તો શસ્ત્રસજજ રહેવું પડતું અને કોઈ ઊંચા વૃક્ષ ઉપર ચોકિયાતને બેસાડી તપાસ રાખવી પડતી કે રખેને મિયાણાના ઘોડા તેમને ઘેરી લે, તેમનાં ઢોર અને હળ ઓજારોને ઊંચકી જાય, અને તેમનાં ઘરબાર લૂંટી જાય. જો ઢોર ઢાંક કે મિલક્ત મિયાણાના હાથમાં આવતી તો તેઓ રણ ઓળંગી સિંધ, કચ્છ કે વાગડમાં આ બધો ચોરીનો માલ જોતજોતામાં વેચી આવતા.

ગાયકવાડના સૈન્યનો એક આરબ સિપાઈ સાંજને વખતે ઘૂંટણીયે