પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦ : સાહિત્ય અને ચિંતન
 

પ્રકાર પાડયાઃ એક સભારંજની અને બીજી મસ્ત પછી તો કવિતા અને સાહિત્ય એ બન્નેએ સભારંજની શૈલીને એક અછૂત સરખી ગણી બાજુએ નાખી દીધી, અને સાહિત્યકારોનો દષ્ટિકોણ એટલો બધો બદલાઈ ગયો કે શિષ્ટતાની છાપવાળી એક ઊંચી ન્યાત જ સાહિત્યમાં ઉદ્દભવી.

હિંદમાં આવીને ઇસ્લામી અને ખ્રિસ્તી ધર્મ પણ જાત જાતના વાડા બાંધતા થઈ જાય છે. નવી ઢબે સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્ય અભ્યાસીઓ આગળ રજૂ થયું એટલે પ્રજાએ સ્વીકારેલો પ્રાચીન ઢબનો સાહિત્યઉચ્ચાર અને સાહિત્યકાર બહુ જૂનવાણું લાગવા માંડયા. એનું એક પરિણામ એ આવ્યું કે સાહિત્ય સાર્વજનિક બનતું અટકી ગયું અને સાહિત્યનો ઉદ્દેશ રંજન કરવાનો પણ છે, એ તત્વને સમૂહ ઈન્કાર કરવામાં આવ્યો. કવિ, નવલકાર, નિબંધ લેખક: એ સર્વ જાણે એક બ્રાહ્મણની-અને તેમાંય નાગર કે શ્રીમાળીની સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણત્વના ઘમંડવાણી કેમ બની ગયા અને સામાન્યતાનો જાણે સાહિત્યમાં પ્રવેશ હાઈ જ શકે નહિ એવી ઢબે સાહિત્યને ન જોઈતું રક્ષણ આપવા લાગ્યા. ઓગણીસમી સદીનાં લગલગ પાછલાં ત્રીસ ચાળીસ વર્ષો અને વીસમી સદીના ગાંધીયુગ સુધી સાહિત્યકારોન બ્રાહ્મણત્વ શ્રેષ્ઠત્વ–ચાલુ રહ્યું. અને હજી પણ તે ચાલુ રહ્યું છે એમાં જરાય શક નથી. સાહિત્યની સમજ માટે પાત્રતા જોઈએ એવો અતિઆગ્રહ ઉત્પન્ન થયો, અને અમુક ઢબનું જ ભણતર ભણેલા, અમુક પ્રકારનો સંસ્કાર મેળવી ચૂકેલા, અમુક વર્ગમાં જ નિવાસ કરનારાઓ માટે સાહિત્ય લખવાનું હોય એવો એક ભ્રમ ઉત્પન્ન થયો.

કુસુમમાળા, સ્નેહામુદ્રા કે હૃદયવીણા કરતાં સુદામા ચરિત્ર, મામેરું કે પંચદંડ કાવ્યશક્તિમાં ચઢે કે ઊતરે? એની ચર્ચા સર રમણ ભાઈએ કરી છે અને એ ચર્ચાઓના અભ્યાસ પણ કોલેજોમાં થતા હશે. સાહિત્યવિવેચકોએ કદી ભૂલવું ન જોઈએ કે વિવેચનમાં પણ વિકાસને સ્થાન છે, મતાંતર એમાં શક્ય છે એટલું જ નહિ પણ સ્થાપેલા–સિદ્ધ મનાઈ ચૂકેલા–સિદ્ધાંતોના અર્થમાં–અર્થને ઘટાવવામાં–પણ મતભેદ રહ્યા જ કરે છે. અને જુદી જુદી અર્થ