પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માટીનાં માનવી: મિયાણા ૨૦૯
 


દબાણ કર્યુ. એટલે મોવર જમાદારે પોતાનું નામ જાહેર કરવાની હા પાડી અને એજન્સીની ફોજ તેના કુબાને ઘેરી વળી. રોઝડી ઘોડી ઉપર ચઢી મોવર ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો અને આખી ટુકડીને પડકાર કરી વીજળીની ઝડપે ઘેરામાંથી પસાર થઈ ઘેરામાંથી બહાર નીકળી ગયો. અને ત્યાર પછીનાં આઠ વર્ષે મોવર સંધવાણીએ બહારવટિયા તરીકે વિતાવ્યાં, જેમાં એણે લોકોને ધ્રુજાવ્યા પણ ખરા અને સાથે સાથે કેટલીક નેકીભરી નામના પણ મેળવી. ઇંગ્લંડના સુપ્રસિદ્ધ બહારવટિયા રોબીનહુડની માફક મોવર સંધવાણી પ્રજાની કલ્પનાને પ્રિય થઈ પડે એવો બહારવટિયો થઈ ગયો. એના પરાક્રમની અને નેકની અનેક વાતો હજી સુધી પ્રચલિત છે.

કાઠિયાવાડના એક ગામને પાદરે વાવ હતી. ગામમાં વણિક અને ઉજળા લોકોની વધારે વસ્તી હતી. પ્રભાતમાં એ કોમની સ્ત્રીઓ પાણી ભરવા એક પછી એક આવવા લાગી. મોવર સિંધવાણી ત્યાં આવી ચડ્યો. વાવ પાસે એક નાનું સરખું ભોંયરૂ પણ ત્યાં હતુ. સિંધવાણીએ એક એક બધી પનિહારીઓને ભોંયરામાં પૂરી, અને તેમને અર્ધ મશ્કરીમાં કહ્યું :

“બહેનો, તમને હું બહેનો કહીને બોલાવું છું. તમારો વાંકો વાળ નહિ થાય. આબરૂભેર તમને હું પાછાં મોકલીશ. પણ આ તમારા ભાઈ મોવર સંધવાણીને તમારાં ઘરેણાંની જરૂર છે, દેહ ઉપર જે હોય તે ઘરેણાં કાઢી આપો, અને પછી ઘેર જઈને કહો કે નેકીવાલા મેાવરે કોઈ બહેનને છેડી નથી.

મેાવરનું નામ સાંભળતાં ભય ન પામે એવું કાઠિયાવાડમાં કોઈ ન હતું. પનિહારીઓએ ટપોટપ ઘરેણા કાઢ્યાં, બહારવટિયાએ ઘરેણાંનો ઢગલો ભેગો કરી લીધો અને ઘોડી ઉપર બેસી તે રવાના થઈ ગયો. ધનિકો તરફ બહારવટિયાઓની નજર સદા રહે છે.

માળિયાના કારભારી ગિરધરલાલ કામદારે મોવર સિંધવાણીની વીજીબાઈ નામની એક પત્નીની મશ્કરી કરી. માળિયામાં ત્યારે મોવર વિરુદ્ધ ભારે જપ્તો રખાતો. એ જાપ્તાને વટાવી મોવર ઘણું