પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪ : સાહિત્ય અને ચિંતન
 

કલા ઉપર આરોપ આવે તો તેનું સર્વાંશે નિવારણ થઈ શકે એમ તો નથી જ. અકુદરતી અનુકરણ અંગે સંગીતની કલાને તો વધારેમાં વધારે દૂષિત ગણવી હોય તો ગણી શકાય એમ છે. અને તેમાંથી આપણે એમ પણ કહી શકીએ કે સંગીતને કલા પણ શા માટે કહેવી ? જીવનમાં ગાવાની જરૂર શી છે? ગીત જેવું અસ્વાભાવિક સૂરસર્જન બીજું કયું હશે? અંગ્રેજી કે ગુજરાતી રાગડો તાણવો એને એ રાગડાને પાછો શાસ્ત્રીય બનાવવા મથવું, એના જેવું સ્વભાવવિરોધી બીજું કાર્ય દેખાતું જ નથી. તો પછી જીવનમાં ગીતસંગીતને બંધ જ કેમ ન કરી દેવાં ? આ વિચારસરણી કવિતામાં કે નાટકમાં સંગીત હોવું જ ન જોઈએ એ સિદ્ધાંતના વિસ્તાર તરીકે મૂકી શકાય. પણ આપણે હજી તેમ કર્યું નથી. ઔરંગઝેબના સુપ્રસિદ્ધ દ્રષ્ટાંત સિવાય સંગીતની બિનજરૂરતની નેંધ થઈ નથી.

સંગીત પણ ઘણે અંશે માત્ર સૂરાવટ ઉપરાંત શબ્દાવલિ પણ છે. આપણા સંગીતની સુંદરમાં સુંદર ચીજો જોઈશું તો તેમાં ભવ્ય કવિતા પણ સમાયેલી આપણે નિહાળી શકીશું. કોઈ સંગીતાચાર્યએ હજી કોઈ કવિને એમ કહ્યું જાણ્યું નથી કે, તમે તમારી કવિતાની લપ શા માટે અમાદી સુરસુંદરીને વળગાડો છો ? એ કવિતાનું ભૂત તમારા કોઈ શીશામાં પાછું ઉતારી લો !” સંગીતમાંથી કવિતાને દૂર કરવાની ફરમાશ જેવી બેહુદી ફરમાશ એ છે કે “કવિતામાંથી સંગીતને સર્વથા દૂર કરો !'

ટીકાની દૃષ્ટિ રાખતાં કવિતા એક વાણીની અસામાન્ય અકુદરતી લાગતી રચના છે. ગુજરાતી કે સંસ્કૃત, અંગ્રેજી કે લેટીન, સંગીત સાથે સાંકળેલી કે સંગીતવિરહિણી સર્વ પ્રકારની કવિતા-ડોલન અને પૃથ્વીના પ્રલાપનસહ-એક એવી ઢબનું ઉચ્ચારણ માગે છે કે જેને સ્વાભાવિક વાણી કહી શકાય જ નહિ. એ ઉચ્ચારણ બહુ ઝડપથી અને સંગીત કે રાગડાની પાસે લાવી મૂકે છે, અને તે સંગીતરહિત વાક્યાવલિમાં શા માટે ન જ આવી શકે એ સમજી શકાતું નથી.

સંગીતનો સંબંધ ગુમાવતી આપણું વર્તમાન ગુર્જર કવિતાએ ઘણું ઘણું ગુમાવ્યું છે, તેમાં મુખ્યત્વે કરી પ્રજાના હૃદયને સ્પર્શ કરવાની