લખાણ પર જાઓ

પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨ : સાહિત્ય અને ચિંતન
 

કવિતાનો સરસ વિકાસ થયો છે. એની ના નહીં. પરંતુ જ્યાં જ્યાં પાછાં પગલાં મૂકાયાં હોય ત્યાં ત્યાં આપણે નજર તો જરૂર નાખવી જોઈએ. સાહિત્ય પણ સત્યનું જ એક પાસુ છે.

[૭]

આપણી એક એવી પણ માન્યતા છે કે બહુ ઉર્મિલતામાંથી સારી કવિતા ઉત્પન્ન થતી નથી, પરંતુ ચિંતનમાંથી તે વધારે સચ્ચાઈભરેલી ઢબે ઘડાય છે—જાણે ઊર્મિ અને ચિંતન એ બન્ને સામસામે મોરચે ઊભેલાં માનવ વલણ ન હોય ? ઊર્મિ અને ચિંતનની કવિતાપ્રેરક શક્તિ સંબંધી ચર્ચામાં અત્યારે ન ઊતરતાં આપણે એટલું સ્વીકારી લઈએ કે ઊર્મિની અતિશયતા પોકળ પ્રલાપમાં ઊતરી પડે અને ચિંતનની કઠોરતા પથ્થરિયા – અપ્રવાહી વિચારધનતામાં કે વિચારજડતામાં ઊતરી પડે ત્યારે બન્ને વલણો ફેરફાર માગે અને કવિતાનો મોહ એકથી બીજી પાસ વળવા મથે એ સાહજિક છે. પરંતુ ચોખ્ખું ચિંતન જ જોઈતું હોય તો સીધાં સૂત્રો રચવામાં શી હરકત છે? ચિંતન જ જોઈતું હોય તો, અને કવિતા વગર તે સિદ્ધ ન જ થાય એમ હોય તો પૃથ્વી છંદની એવી કઈ વિશેષતા છે કે જેને લીધે એ સિવાયના બીજા કોઈ છંદમાં ચિંતન આવી જ ન શકે એવી ભ્રમણા ઊભી કરવી પડે ? પૃથ્વી છંદના અતિ ઉપયોગથી એનામાં જે કાંઈ ઓછી વધુ ચિંતન ધારણ કરવાની શક્તિ હશે તે પણ ખરબચડી બની ગઈ છે. ગુજરાતી ભાષાનું એક શ્રેષ્ઠ ચિંતનકાવ્ય ઝુલણા સરખા સરળ અને ગેય છંદમાં નરસિંહ મહેતાએ જેવું ઉતાર્યું છે તેવું બીજા કોઈ પણ છંદમાં હજી ઉતરી શક્યું નથી

સાહિત્યની સામાન્યતા–સામાન્ય જીવનને સ્પર્શવાની શકિત અંગે ભાવનગરની સાહિત્ય પરિષદનો પ્રસંગ અત્રે નોંધવો જરૂરી છે. પરિષદના મુખ્ય કાર્ય કરતાં તેના ઉપકાર્ય તરીકે ગણાયેલાં મેઘાણી અને રાયચુરાનાં લોકગીત રજૂ કરતા પ્રસંગમાં જનતાને–શિષ્ટ જનતાને સુદ્ધાં વધારે રસ એ પરિષદમાં પડયો હતો. આનો અર્થ ભાગ્યે જ કોઈ એમ કરે કે હવે પછી કટાક્ષકાવ્યો કે લોકગીત સિવાય કશું જ લખવું નહિ એ આગ્રહ અહીં રાખવામાં આવે છે. સાહિત્ય સામાન્યતા સાથેનો સંપર્ક ગુમાવી