પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્ય : સામાન્ય દૃષ્ટિએ : ૨૩
 

બેસે તો સાહિત્ય કેવું એકલવાયું, અટૂલું, અગર સ્વાર્થી અને ઘમંડી બની જાય છે તે તરફ ધ્યાન દોરવાનોજ અહીં આશય છે. સાહિત્યની સાહિત્યકારોની એક નવી જાત ઉત્પનન થાય એના કરતાં સાહિત્યકારો વિદ્વતાને સામાન્યતામાં પુષ્પની માફક વેરતા ફિરસ્તાઓ બને એ જ ઈચ્છવા યોગ્ય છે. અને ફિરસ્તાઓને ઘમંડ તો હોય જ નહિ. પ્રભુનો પયગામ લાવનાર પયગંબરને આપણે ભલે પૂજીએ. પરંતુ પયગામ લાવનાર કદી કહે જ નહિ કે “મારી પૂજા કરો ! ” પ્રજા હૃદયમાં વસી રહે એ સાચો પયગંબર. પ્રજાજીવનને સ્પર્શ કરવાની શકિત એ સાહિત્યની સાચી કસોટી. સ્પર્શનું બળ અને સ્પર્શની અવધ જેમ વધારે તેમ સાહિત્યની સચ્ચાઈ વધારે.