પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાહિત્યનો માર્ગ : ૩૧
 

વળી આપણે કોલેજમાં જઈએ કે ન જઈએ તો પણ આપણી વય તો ખીલે જ છે. વય ખીલવાની સાથે આપણને જગત ઉપર અવનવા રમણીય રંગ પથરાતા લાગે છે. જગત ભલે એનું એ જ હોય, પરંતુ એક પાસ આપણું યૌવન સાહસની, શૌર્યની, પરાક્રમની મહેચ્છાઓ આપણામાં ઊભી કરે છે અને એ મહેચ્છાઓ સફળ થાય કે ન થાય છતાં આપણી પાસે જીવન નિભાવવાની, ચલાવવાની, જીવનને ઊંચે લઈ જવાની છે એ કરતાં વધારે સારા સંયેગો ઊભા કરવાની પ્રવૃત્તિઓ તો જરૂર કરાવે છે. એમાં સફળતા મળે, નિષ્ફળતા મળે, અગર બન્નેના મિશ્રણ જેવી સ્થિતિ પણ રચાય. આ યુગનું આપણું માનસ–ઘડતર આપણને બહાદુર બનાવે એટલે આપણે નર્મદની સાથે ગાઈ પણ ઊઠીએ કે

સહુ ચલો જીતવા જંગ બ્યુગલો વાગે

દેશભક્તિની ભાવનામાં આપણે ઉચ્ચારીએ કેઃ

જય જય ગરવી ગુજરાત.

અને આમ વીરરસના સાહિત્યનો ધીમે ધીમે પરિચય કરી લઈએ છીએ. આપ સહુ યાદ કરી જુઓ કે આપને આવાં કેટકેટલાં ગીતે આવડે છે ? -

આ યુગમાં જેમ તમે વીરરસ અનુભવો છો તેમ તમે એક એવા પ્રકારનો ભાવ અનુભવે છે ને જે ભાવમાંથી તમારું અને સહુનું ભાવિ જીવન ધડાય છે, એ ભાવનું નામ પ્રેમ. એ શબ્દનો ઉચ્ચાર કરતાં જરા શિષ્ટતાસંકોચ અનુભવે છે. વિવેક એ શબ્દને ઓછામાં ઓછો વાપરવા પ્રયત્ન કરે છે અને મર્યાદા જાણે પ્રેમ જેવી વસ્તુ, વિકાર કે ભાવ છે જ નહિ એમ માનવા–મનાવવા મથન કરે છે. અને છતાં માનવજાત–સ્ત્રી અને પુરુષ પ્રેમ અનુભવે છે અને એ પ્રેમમાંથી આખા જીવનની–સંસારની ઘટમાળ ઊભી કરે છે.

એ ભાવની પ્રબળતામાં સહુને ગરબા ગમે છે, નાટક-સિનેમા જોવા ગમે છે નૃત્ય-સંગીત જોનું સાંભળવું ગમે છે, વાર્તાઓ વાંચવી ગમે છે અને પ્રેમકવિતા–છૂપી કે જાહેર રીતે-વાંચવાની આપણને ટેવ પડે છે.

આ ભાવથી ભય પામવાની જરૂર નથી. પ્રેમ જો માનવીને નિર્બળ, નિર્માલ્ય, કાયર, જુઠો અને લુચ્ચો બનાવે તો જરૂર જાણવું કે પ્રેમમાં કાંઈ