પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : ૪૩
 


સાસુવહુની લડાઈ’ એ આપણા સાહિત્યમાં પહેલવહેલી સામાજિક નવલકથા: રા. સા. મહીપતરામે રચેલી. અને એ નવલકથાનો જોતજોતામાં વિકાસ થતાં ‘સરસ્વતીચંદ્ર’ જેવો મહાન વાર્તાગ્રંથ રચાયો. એ પછી–ઐતિહાસિક દૃષ્ટિ વાપરીએ તો–આ જાતની સામાજિક નવલકથા અત્યારે બહુ પ્રચાર પામી છે અને તેમાં સારા લેખકો થયા છે અને થયે જાય છે.

તેમાં એક વિભાગ હમણાં નવો ઉમેરાયો છે; જે Psychological Novel–માનસ : રમતને –મનોવિકારને–મનની અંદર રહો ભાવોને અગ્રસ્થાન આપી વ્યક્તિઓ માત્ર માનસ કળથી ચાલતાં રમકડાં હોય એવી ઢબે તેમના વર્તનને ચીતરતી વાર્તાઓનો પ્રકાર કહેવાય. આ જાતની નવલકથામાં મનુષ્યના માનસનું પૃથકકરણ કરવામાં આવ્યું હોય છે. મનુષ્ય શું કરે છે એ વર્ણન ખીલવવા કરતાં તે વિચાર કરે છે એનું એમાં વિશેષ વર્ણન થાય છે. માનવહૃદયના ઘર્ષણથી ઉપજતા ભાવો કેટલા ઉન્નત, તેજસ્વી અને વર્ણનને પાત્ર હોય છે તે આ નવલપ્રકાર બતાવે છે, જો કે તેમાં પ્રસંગવણાટ જરા ફીસો હોય છે, પાત્રો પણ બહુ મજબૂત લાગતાં નથી, તેમ છતાં બુદ્ધિને સ્પર્શ કરવાની તેની તાસીરને લીધે યુરોપમાં તેનો પ્રચાર ખૂબ વધતો જાય છે.

આમ વાર્તા આપણા જીવનમાં બધે જ ર્સ્પશે છે. આપણે સુધારાની ગમે તે ટોચે પહોંચીએ, તેમ છતાં આ વાર્તા માટેનું આપણું માનસ બદલાવાનું નથી. આપણે ગમે તે યુગમાં હોઈશું તો પણ આપણે વાર્તા માટે મોહ ધરાવતા રહીશું અને તેથી વાર્તાકારો ભાવિમાં પણ પોતાને કામે લાગેલા જ રહેશે.

ઐતિહાસિક નવલકથા એ પણ અંતે તો નવલકથા જ છે, એટલે તેના ઘડતરમાં નવલકથાનાં તત્ત્વો હોવાં જ જોઈએ; ઉપરાંત તે ઐતિહાસિક હોવાથી ઈતિહાસનું તત્ત્વ પણ તેની અંદર હોવું જ જોઈએ. સંસ્કૃત રસશાસ્ત્રમાં પ્રખ્યાત અને ઉત્પાદ્ય એમ વસ્તુના બે ભેદ પાડેલા છે. પ્રખ્યાત વસ્તુ તે લગભગ ઐતિહાસિક નવલકથાનું વાતાવરણ રચી શકે.

અમદાવાદમાં કેટલાક વખત પર ભરાયેલી ઈતિહાસ પરિષદમાં ઐતિહાસિક નવલકથાની ખૂબ ચર્ચા થઈ હતી. કનૈયાલાલ મુનશીનો મત તેમણે