પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪ : સાહિત્ય અને ચિંતન
 

સુંદર ઐતિહાસિક નવલકથા લખેલી હોવા એવો થયો હતો કે ઈતિહાસ પણ આપણી મરજી પ્રમાણે દેખાય એવું તત્વ છે. એનો અર્થ એમ કરવામાં આવે, કે આપણે માન્યો તે ઈતિહાસ; તો શ્રી મુનશીનો એ મત ભાગ્યે જ ગ્રાહ્ય થાય: પરંતુ ઐતિહાસિક નવલથાનો લેખક વર્તમાન યુગનો માનવી છે અને ઈતિહાસ પ્રત્યે તે વર્તમાન યુગની દૃષ્ટિથી જુએ છે, એટલે યુગે યુગે ઈતિહાસ પ્રત્યેની દૃષ્ટિ ફરતી જાય છે; એવો જો મત એમાં સમાયેલો હોય તો શ્રી મુનશીના મતને સ્વાભાવિક રીતે જ ટેકો મળે.

ભૂતકાળ તરફ દૃષ્ટિ નાખવામાં ભેદ પડે એ સંભવિત છે. એક નાસ્તિક લેખક ધર્મનો ઈતિહાસ લખવા બેસે તો એને ધર્મમાં ભયંકર દૂષણો, ભૂલો અને ખામીઓ સિવાય કશું જડે જ નહિ. એક આસ્તિક એ ઈતિહાસ લખે તો એને ધર્મની ખૂબીઓ જ માત્ર જણાઈ આવે. તુલનાત્મક દૃષ્ટિવાળો ઈતિહાસ લખે તો તેને ધર્મમાં ખૂબીઓ પણ જણાય, ખામીઓ પણ જણાય, અને એ બંનેનાં કારણો પણ સમજાય. આજ દૃષ્ટિ ઐતિહાસિક નવલકથાઓમાં પણ કેટલાક દષ્ટિભેદ ઊભા કરે છે.

મુનશી અને ધૂમકેતુ એ બંનેએ સોલંકીવંશનાં ગુજરાત તરફ દૃષ્ટિ કરી છે. મુનશીની દૃષ્ટિમાં સોલંકી યુગનું ગુજરાત રંગીન, રસમસ્ત અને માનવહૃદયની રૂપાળી ભૂલો કરતું દેખાયું છે. ધૂમકેતુને ગુજરાત ત્યાગ, શિષ્ટતા અને ભૂલો ન કરવાના આગ્રહવાળું દેખાયું છે. આપણે એમ તો ન જ કહી શકીએ કે સોલંકી યુગના ગુજરાતમાં મુનશીએ કલ્પ્યાં છે તેવાં આનંદ, ઉલ્હાસ અને ભૂલને કિનારે પહોંચી જતી વાસના નહોતાંજ નહોતાં. સાથે સાથે સોલંકી વંશના ગુજરાતમાં મુનશીએ કલ્પેલા જ રંગીન ગુણો હતા, અને ત્યાગ કે શિષ્ટતા હતાં જ નહિ એમ પણ કહી શકાય નહિ. લેખકના દૃષ્ટિબિંદુ ઉપર ઈતિહાસના ક્યા તત્વો ઉપર ભાર મૂકવો તેનો આધાર રહેલો છે. માનવી વર્તમાન યુગમાં માનવી તો રહે છે જ, અને આજનો માનવી જે પ્રાથમિક ઊર્મિઓ અનુભવે છે, તે ઊર્મિઓ ઐતિહાસિક માનવીના અનુભવમાં ન હોય એમ ભાગ્યે જ કહી શકાય એટલે આજના યુગને મળતી માનવ વૃત્તિઓ સોલંકી યુગમાં વર્ણવાઈ હોય તો તેમાં ખાસ ખામી આવી જતી નથી.

માનવીની ઉર્મિઓને કાળની કે ઈતિહાસની સીમાઓ ભલે ન હોય,