પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬ : સાહિત્ય અને ચિંતન
 

પ્રેમકથાઓ, કંઈક ઘર્ષણ કથાઓ, કંઈક સાહસકથાઓ, અને કંઈક કરુણ કથાઓનો સમૂહ ઐતિહાસિક નવલકથાકાર રચી શકે. પરંતુ તેમાંય અમુક મર્યાદાઓ તો ખરી જ. ગુજરાતનો રાજકુમાર વિજય ભલે લંકા કે જાવામાં દરિયા-માગે, જળમાર્ગે જાય પરંતુ એ વિજ્ય વરાળયંત્રથી ચાલતી બોટમાં ગયો અને ધનુષ બાણ સાથ ઉપર તે હાથ રીસ્ટ વોચ પણ પહેરતા હતા એવું કહેવામાં આવે ત્યારે ઈતિહાસિનો વિપર્યય થાય. છે. અને ઐતિહાસિક નવલકથામાં તે ચલાવી લેવાય નહિ.

ઇતિહાસનું આજના યુગને સમજાય એવું વાતાવરણ પણ ઐતિહાસિક નવલકથાએ ઉપજાવવું જોઈએ. એ વાતાવરણ તે સમયની રહેણીકરણી, તે સમયની વિશિષ્ટતાઓ, તે સમયની કલારચના, તે સમયના પહેરવેશ અને રીતરિવાજોના વર્ણન દ્વારા જીવંત બનવું જોઈએ. રજપૂત શૂરાતનની વાત લખતાં કેસરિયાં જ આવે. બહાદુરીભરી પીછેહઠ ગમે એટલી બહાદુરીભરી હોય તો પણ રાજપૂત શૌર્યયુગ સાથે સંભવે નહિ. જેમ માનવીના રસ, એટલે શૃંગાર, વીર, હાસ્ય વગેરે, સર્વ કાલમાં લગભગ સરખાં જ હોય છે તેમ માનવ જાતના આદર્શો પણ લગભગ યુગે યુગે સરખા જ હોય છે. પરંતુ એ રસ અને આદર્શને સ્ફુટ થવા માટેનાં સાધન યુગે યુગે જુદાં હોય છે, એટલે એ રસપ્રદર્શન અને આદર્શ પ્રદર્શન એ બંનેમાં જે તે સમયની વિશિષ્ટ છાપ ઉપસી આવવી જોઈએ. જે તેમ ન થાય તે યુગને બેવફા નીવડી ઈતિહાસનું ખૂન કરવા જેવો પ્રસંગ ઉત્પન થાય. ઓગણીસમી સદીનો અંત અને વીસમી સદીની શરૂઆત ભદ્રંભદ્ર જેવા હાસ્યને શકય બનાવે પરંતુ આજ એ વસ્તુ બહુ શક્ય બની શકે નહિ. આજ હાપ્રયરસ લાવવો હોય તો અતિ અંઘોળિયા બ્રાહ્મણને બદલે કોઈ રાજદ્વારી પુરુષનું “કાર્ટુન-ઠઠ્ઠાચિત્ર દોરી શકાય. માનવી ઓગણીસમી સદીમાં પણ હસે અને વીસમી સદીમાં પણ હસે. હાસ્યરસ બંને યુગમાં રસ ખરો પરંતુ ધર્મઝનૂની બ્રાહ્મણ ઓગણીસમી સદીમાં જ ઐતિહાસિક દષ્ટિએ શક્ય બને; આજ વીસમી સદીના મધ્યમાં નહિ. અને જ્યારે નાત, જાત સંપૂર્ણ પણે લુપ્ત થઈ ગયેલી હોય અને એ લુપ્તપણું વર્ષોથી સ્થિર થઈ ગયું હોય ત્યારે એમ પણ બને કે ભદ્રંભદ્રનો હાસ્યરસ તે યુગથી ટીકાઓ વગર સમજાય પણ નહિ. એટલે આદર્શ રસ તેમજ