પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કવિતા : ૫૩
 

સાંકળી શકે છે, એટલું જ નહિ, એનું ઉચ્ચારણ કરી એ આખો સંબંધ સ્પષ્ટ કરી શકે છે. ઉચ્ચારણ કરી આખા નામ સાથે જોડાયેલા ગુણધર્મની ક્રિયા ગોઠવવાની યોજનાને આપણે ભાષા કહીએ છીએ, જેનું પાછું શાસ્ત્ર ઉકેલીએ તો આપણે વ્યાકરણમાં ઊતરવું પડે. વ્યાકરણમાં આપણે અત્યારે નહિ ઉતરીએ. પરંતુ એના એક વિભાગ તરીકે આપણે કવિતાને ઓળખાવી તો પડશે જ,

આપણી ભાષાનો નિત્ય વ્યવહાર–વળાટ અને કવિતાનો વળાટ સહેજ જુદાં પડે છે. દયારામની એક સુપ્રસિદ્ધ કાવ્યલીટી આપણે લઈએ;

કામણું દીસે છે અલબેલા તારી આંખમાં રે
ભોળું ભાખ મા રે !

કવિતામાં આ પંક્તિ ન હોત તો આપણે સાદી વાતચીતની ભાષામાં એ પંક્તિને જુદી જ રીતે કદાચ નીચે પ્રમાણે ગોઠવત :
'રે અલબેલા ! ત્હારી આંખમાં કામણ દીસે છે ને ! ભોળુ મા ભાખ !”

ખરું જોતાં સાદી ભાષામાં “રે !” ની જરૂર ન પડત. “ મા ભાખ” ને બદલે આપણે કહ્યું હેત : “ભોળું ના બોલીશ.”

સાદી વાક્યરચના આમ કવિતાની રચનાથી જુદી પડી ગઈ. કેટલાક બીનજરૂરી ઉદ્ ગારો કવિતામાં વપરાયા અને ચલણી નહિં એવા “મા” અને “ભાખ” જેવા શબ્દો પણ ઉપયોગમાં આવ્યા.

કવિતાની રચનામાં અને સામાન્ય વાતચીતની વાક્યરચનામાં કેટલો બધો તફાવત પડે છે ! -

આમ કવિતા ભાષાનો એક એવો વળોટ છે કે જેમાં સામાન્ય વાતચીતની ભાષા કરતાં જુદી શબ્દ–ગોઠવણી ચલાવી લેવાય છે. સામાન્ય વ્યાકરણના નિયમો પ્રમાણે ગોઠવાતા વાકયને આપણે ગદ્ય કહીએ છીએ. સામાન્ય ગોઠવણીનો ભંગ થયા છતાં શુદ્ધ ગણાઈને ઘડાતી શબ્દરચનાને આપણે કવિતા, કાવ્ય કે પદ્ય કહીએ છીએ.

આમ કવિતા વ્યાકરણની દષ્ટિએ ભાષાનો એક વિશિષ્ટ પ્રકાર છે, સામાન્ય વાતચીતના કમથી જુદો ક્રમ તેમાં આવી શકે છે, સામાન્ય ક્રમમાં નિરુપયોગી બનતા શબ્દો કદી તેમાં આવે પણ ખરા, અને