પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪ : સાહિત્ય અને ચિંતન
 

તેમાં જરૂરી લાગતા શબ્દો અધ્યાહાર પણ રહે.

વળી એક બીજી વિલક્ષણતા આપણે કવિતામાં જોઈ શકીએ છીએ. કવિતાની ગોઠવણી કોઈ વજન-માપ ઉપર આધાર રાખીને થાય છે, કર્તા, ક્રિયાપદ, કર્મની અવ્યવસ્થા કરી નાખતી કવિતા પાછી કોઈ નિયમિત ગોઠવણી. નિયમિત તાલ, અને નિયમિત આવર્તનનો અંકુશ સ્વીકારે છે. એના એક બે નમૂના જોઈએ. નરસિંહરાવ ગાયું છે :

રમતાં ભમતાં કદી દિવ્ય વને
ફૂલડાં રૂડલાં જડિયાં મુજને.

બાર બાર અક્ષર આ બને લીટીઓમાં છે.

રાસેશ્વરને પદ ઝમે ઝીણાં ઝીણાં ગીત
નિર્મળ તજ ઉઘાડમાં પાન કરીશું નિત્ય

એ કડીઓ બોલતાં તે બરાબર માપમાં બેસી જાય છે, પરંતુ એક ચરણમાં પંદર અક્ષર છે જયારે બીજામાં સોળ છે; છતાં વધારાનો અક્ષર ખટકતો નથી.

કારણ? "

હવે જરા શાસ્ત્રીય ભાષાનો ઉપયોગ કરીએ. નરસિંહરાવની પ્રથમ બે લીટીઓ તોટક છંદમાં છે; બીજી બે લીટીઓ નાનાલાલની દોહરામાં છે. તોટક છંદ અક્ષરમેળ છંદ કહેવાય. એમાં લઘુગુરુ ઉચ્ચારણ કરેલા ધોરણે અમુક સંખ્યાના અક્ષરોમાં જ આવવું જોઈએ, દોહરો માત્રામેળ છંદ છે. એમાં લધુગુરુની માત્રાઓ અક્ષરની સંખ્યાને આધીન રહેતી નથી. આ રીતે કવિતાની માપબંધી-અનાજની માપબંધીની માફક–ચોસાઈભરેલી બની જાય છે. આ રીતે વ્યાકરણ શિથિલતાનો બદલો વળી જાય છે. અને સામેથી ચરણ, માત્રા, ગણ, પ્રાસ, યતિ અને છંદનું એક ભવ્ય શાસ્ત્ર ઊભું થાય છે. જેને આપણે 'પિંંગળ' નામ આપીએ છીએ,

આમ લાખેક વર્ષ ઉપર જ-મેલી માનવજાતને વસ્તુ ઓળખતાં આવડ્યું, ઓળખીને ઓળખાવાતાં આવડ્યું. જે આવડતમાં એનો