પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ગુજરાતી સાહિત્યની ઉણપો

સાહિત્ય એ જ જીવનનું સાચું પ્રતિબિંબ હોય તો જેટલી ખામી જીવનમાં એટલી સાહિત્યમાં. આપણે આપણો વાંક ન કાઢીએ. આપણને ઘડનાર વાતાવરણને પ્રથમ દોષ જોઈ લઈએ. આપણને ગુજરાતીઓને ઘડનાર કયાં કુદરતી બળા હશે ?

ગુજરાતી ભાષાને ઘડનારી બે મુખ્ય શકિતઓ તે ઈતિહાસ અને ભૂગોળ.

ઈતિહાસની દષ્ટિએ ગુજરાતી જીવનમાં બે વિશિષ્ટતાઓ જોઈ શકાય છે :

૧ લગભગ તેરમી સદીના અંતથી તે વીસમી સદીના મધ્યભાગ સુધી ગુજરાતનું રાજકીય જીવન મુખ્યત્વે પરતંત્ર જ રહ્યું છે, અને જો કે ગુજરાતી સુલતાનોએ ગુજરાતનું સ્વાભિમાન સાચવના મથન કર્યું છે છતાં દોઢ બે સદીની ગુજરાતની મુસ્લિમ સ્વતંત્રતા પણ સોળમી સદીથી – એટલે અકબરના સમયથી–અસ્ત પામી ગઈ. નાનાં નાનાં રાજપૂત રાજ્યો અને ઠકરાતોનું સ્થાનિક સ્વાભિમાન અમુક અંશે ઉગ્ર હશે ખરું; પરંતુ એથી સમસ્ત ગુજરાતને વેગ આપતી કોઈ જોરદાર ઊર્મિ જાગ્રત ન થઈ. મરાઠા અને શીખ ઈતિહાસ જેવા સમસ્ત હિંદને આવરી લેવાની શક્તિ ધરાવતાં, ધાર્મિક, રાજકીય કે રાષ્ટ્રીય આંદોલનો ગુજરાતમાં જાગ્યાં નહિ અને પરિણામે ગુજરાતી ભાષામાં ઝોક, આઘાત, કઠોરતા, મર્દાનગીસૂચક ઉચ્ચારણને અંશત: અભાવ જોવામાં આવે છે. કાઠિયાવાડી લઢણમાં અમુક અંશે ઝોક છે ખરી, પરંતુ તે હિંદી કે ઇંગ્લીશ ભાષા સરખો નથી; અને જે છે તે ગુજરાતના વધતા જતા પરિચયે ઘસાતો જાય છે. શૂર પ્રજામાં જે ભાષાના ઉચ્ચારણનું જોર આવે તે ઉચ્ચારણનું જોર ગુજરાતી ભાષામાં નથી. અને ડોલનશૈલી તેમ જ સોનેટ અને ગુલબંકી જેવા