પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



નાટક


નાટકનો જન્મ

સંસ્કૃતિનું પ્રભાત એટલે કલાઓનો ઉદ્ભવ. નૃત્યને કેટલાક વિચારકો આદ્ય-કલા માને છે. સંસ્કૃતિપૂર્વ યુગમાં પણ કદાચ નૃત્ય હોય.ચાર દંતશૂળવાળા હાથીને કે દુશ્મન માનવીનું ડોકું કાપી નાખીને આપણા જંગલી પૂર્વજને થયેલો આનંદ એણે નાચીને વ્યકત કર્યો હોય એ સંભવિત છે. સૂર્ય, ચંદ્ર, તારાને નિહાળતાં થતું આશ્ચય, ખરી ભૂખ વખતે કોઈ વૃક્ષે આપેલાં ફળથી થતો આનંદ, ઝંઝાવાત-દાવાનળ કે ધરતીકંપના અનુભવ થતાં ઉપજતો ભય, અને મગરના મુખમાંથી કે સિંહની તરાપમાંથી અકસ્માત બચી જતાં ઉત્પન્ન થતું વિસ્મય અને અગમ્ય પ્રત્યેનો ઉપકાર દર્શાવવા માનવી દેહની ગતિ વડે પ્રયત્ન કરે એ બહુ જ સ્વાભાવિક છે. માનવીનો દેહ માનવીનો પોતનો જ છે. એના હાથ, પગ, કમર, ભ્રમર, ગ્રીવા, અંગુલિ, આંખ, આશ્રર્ય, આનંદ, ભય કે આભાર દર્શાવવા માટે તેના પ્રથમ સાધન. એ સાધનાને ગતિ આપતાં તેમાંથી નૃત્ય જાગી ઉઠે છે.

આમ માનવીનો ગાત્રભંગ, અંગવિક્ષેપ, દેહ, દેહાંગ ને દેહની મર્યાદામાં જ રહીને મળતી ગતિ એ કલાનું આદ્ય પ્રાથમિક સ્વાભાવિક સ્વરૂપ.

ગાત્રભંગ, અંગવિક્ષેપ કે અંગગતિ અંગમાં જ સમાઈ ન રહેતાં સ્થળ-Space–માંના હાથ, પગ કે મસ્તક વિસ્તારમાં ગતિ કરે ત્યારે તે નૃત્યની પ્રાથમિક કક્ષાએ પહોંચે છે. એ નૃત્ય વિકાસ પામી તાંડવ તથા લાસ્યના બે મુખ્ય ભેદમાં વહેંચાઈ જાય છે. ઉદ્ધત, યડ, જોમ ભરેલી ગતિ માગતું નૃત્ય તે તાંડવ અને મધુર સુકુમાર ગતિ પ્રદર્શિત કરતું નૃત્યતે લાસ્ય.

ભરત, કથકલી, કથ્થક અને મણિપૂર નૃત્યના પ્રકારો અત્યારે લોકપ્રિય બનતા જાય છે. ગુજરાતના ગરબાને પણ નૃત્યનો સાદો પ્રકાર