પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નાટક : ૬૫
 

બહેન તથા પુરુષ–સ્ત્રી મિત્રોનાં આકર્ષણ પણ જીવનમાં નજીવો ભાગ ભજવતાં નથી. કોઈપણ પ્રસંગે સ્ત્રી પુરુષ વચ્ચેના સંબંધ–મૈત્રી–જાતીય આકર્ષણના જ પરિણામરૂપ હોય છે એવી કોઈ કોઈ સરખા જાતીય વિજ્ઞાનના નિષ્ણાતની માન્યતા સાચી હોય કે ખોટી, છતાં જાતીય આકર્ષણના જાણીતા સ્વરૂપમાં જ સ્ત્રી પુરુષના બધાય સંબંધો પરિણામ પામતા નથી એટલે આપણે તો વ્યવહારુ ઢબે એ સંબંધો જાતીય આકર્ષણની સીમા બહારના જ મહત્ત્વના સંબંધો માની લેવા હરકત નથી.

અને પુરુષ પુરુષ વચ્ચેના વ્યવહાર પણ ઓછા ઉન્નતિસાધક હોતા નથી. પિતા પુત્ર, સેનાપતિ અને સિપાહી, રાજા અને અંગરક્ષક, મિત્રો, ગુરુ અને શિષ્ય જેવા સંબંધોએ પણ સંસ્કૃતિને ઊંચે વધારવામાં ઠીક સહાય આપી છે.

આમ પુરુષ સ્ત્રી વચ્ચેના, પુરુષ પુરુષ વચ્ચેના તેમજ સ્ત્રી સ્ત્રી વચ્ચેના સંબંધોમાંથી જીવનને ભરી દેતા પ્રસંગો અને વ્યવહારો રચાય છે, જે કલાના સાધન બની રહે છે. હિંદુ સંસારમાં સાસુ વહુનો વિશિષ્ટ સબંધ સ્ત્રી સ્ત્રી વચ્ચેનાં એક અત્યંત ઉત્તેજક વ્યવહારને સ્ફૂટ કરે છે એ છેક અજાણ્યું નથી.

વળી અનેક એકમો ભેગાં થઇ સમૂહ રચે એ પાર્શ્વભૂમિ પણ વ્યકિતગત એકમો માટે મહત્ત્વની ભૂમિકા છે.

એ રીતે આખું જીવન અને જીવનની વિવિધતા અનુકરણને પાત્ર. પ્રદર્શનને પાત્ર. સ્ફોટને પાત્ર બની રહે છે, જે પાંત્રતામાંથી કલાના, નાટકનો ઉદ્ભવ થાય છે.



સહુથી પ્રથમ કલા પ્રદર્શન એટલે વ્યકિતનું નૃત્ય,

એમાં યુગ્મ ભળે, અનેક યુગ્મ ભળે અને તેમાંથી સામુદાયિક નૃત્ય રચાય.

સામુદાયિક કે વ્યકિતગત નૃત્ય સર્વાનુકૂળ અને સર્વપ્રિય બનવા માટે તાલ ઠેકો, લય, માગી નિયમિત, પ્રમાણબદ્ધ થતું જાય અનિયમિત કૂદકા, ઉછાળા અને છલંગો સહુને ભાગ લેવા માટેની અનુકૂળતા