પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮ : સાહિત્ય અને ચિંતન
 

ઉપજાવવાના પ્રયત્નને બદલે વાણીઉચ્ચારણની પણ સહાય લે છે, અને કલાની સચચોટતા માટે વિવિધ ઉપસ્કરો ઉપજાવ્યે જાય છે.

નૃત્ય પણ ભાવ પ્રદર્શિત કરે; નાટક પણ પ્રદર્શિત કરે. નૃત્ય એક ભાવ લઈ તેના કણે કણ છુટ્ટા પાડી બતાવી આખી એક ભાવ રમતને પ્રત્યક્ષ કરે; નાટક વિવિધ ભાવને જુદી જુદી ઢબે આશ્રય લઈ એક મુખ્યભાવને પેાષવાનો, પ્રત્યક્ષ કરાવવાનો સળંગ પ્રયોગ કરે.

નૃત્યમાં કથાનક હોય, પણ તે નાનું-એક જ ભાવને પ્રફુલ્લિત કરે એવુ.

નાટક કથાનક વગર સર્જાય જ નહિ. એમાં એક જ ભાવ કદાચ આવી શકે. છતાં એકલી મુદ્રાનો ઉપયોગ ન થાય. મુદ્રા અને વાણીનું ઉચ્ચારણ એ બે મળી નાટકના ભાવનું સર્જન થાય. એકલી મુદ્રાની નાજુકી નાટકમાં કાં તે। અગમ્ય બને અગર હાસ્યજનક બને. એકલી વાણી તો નિરર્થક બૂમરાણુ બની જાય. મુદ્રા અને વાણીનો સુભગ સંયેાગ એ નાટકના અભિનયનું મુખ્ય લક્ષણ.

ઘણું ખરું નાટક અનેક ભાવશ્રેણીઓની વિશાળ રચના બની રહે છે. વાણી અને કથાનક–વસ્તુ એ બન્ને એના Compelling-નિયામક તત્ત્વો બની રહે છે-જે નૃત્યમાં ગૌણ—અતિ ગૌણ—નહિવત્ હોઈ શકે.

*
*

અભિનય એટલે કોઈ પણ અવસ્થાનું અનુકરણ: કોઈ પણ ઊર્મિ, સ્થિતિ કે પ્રસંગનું તાદશ્ય ચિત્રણ.

આપણા રસર્વિવેચકો ચાર પ્રકારના અભિનય કહે છે :

૧ આંગિક—અવયવેા દ્વારા પ્રત્યક્ષ કરાતી અવસ્થા. નાટક નૃત્ય બન્નેમાં જરૂરી,

૨ વાયિક—વાણી દ્વારા પ્રત્યક્ષ કરવામાં આવતી અવસ્થા. વાચિક અભિનય નૃત્યમાં ન હોય. નાટકમાં વાચિક અભિનય મુખ્ય બની રહે છે.

૩ આહાર્ય —વેશરચના દ્વારા થતા અભિનય. નૃત્યમાં તેમ જ નાટકમાં ઉપયોગી છતાં નાટકના વિસ્તીર્ણ સ્વરૂપને જોતાં નાટકમાં એ