પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨ : સાહિત્ય અને ચિંતન
 

હતો. પરિમિત ભૂમિવિભાગમાં અમલદારને સત્તા અને પ્રતિષ્ઠા બન્ને ઠીક ઠીક પ્રમાણમાં હોય છે, અને દેશભક્તિ, કે રાજયભક્તિના આછા-પાતળા આવેશમાં મેં એ પણ નક્કી કરી રાખ્યું હતું કે વર્ષમાં એકાદ બે વ્યાપક લોક્પયોગી કાર્યો કરવાકરાવવામાં એ સત્તા અને પ્રતિષ્ઠાને વાળવામાં જ મારી સાચી અમલદારી રહેલી હતી. નવસારી તાલુકાના મુલકી અમલદાર તરીકે મને લાગ્યું કે તાલુકાનાં સાઠેક ગામામાં ગ્રામસ્વચ્છતા સધાય, ગામની નાનકડી જરૂરિયાતો પૂરી પડે અને ગામનું શ્રમજીવન તથા રસજીવન ખીલી નીકળે એની વ્યવસ્થિત ચેાજના કરી શકાય એમ છે, ૫ંચાયત સપ્તાહને નામે મેં એ યોજના અમલમાં મૂકી. મારા ધાર્યા કરતાં એ યોજનામાં મને વધારે સફળતા મળી, અને ત્રણ ચાર વર્ષ સુધી ઉત્તરોત્તર આખા તાલુકાનું ગ્રામજીવન વધારે ઊંચું આવતું જતું મને દેખાયું.

એ યોજના અંગે તેમ જ સરકારી કામ અંગે ગામડાંમાં ફરવાનું મને ઘણું મળતું. છીણમ નામના એક ગામડામાં ફરતાં ફરતાં એક ઓટલે બેઠેલા સુધડ યુવાનને જોઈ મને લાગ્યું કે એનામાં નવીન ભણતરનો ઓપ હોવો જોઈએ. સહજ પૂછ્યું અને મારી સાથે જ ગામમાં ફરતા પટેલ કે પંચનો એ પુત્ર હતો એમ ખબર પડી. વધારામાં તે યુવક એક તાજો ઍન્જિનિયર હતો અને નોકરી મળતાં થતા વિલંબને લઈ નારાજીમાં નિષ્ક્રિય, નિરુત્સાહી જીવન પોતાના ગામડામાં ગાળતો હતો એમ હકીક્ત આગળ આવી. પંચાયત સપ્તાહની ચેાજનામાં મારા સદ્ગત મિત્ર શ્રી, વિજયલાલ કનૈયાલાલ ધ્રુવ ઍન્જિનિયર તરીકે મને બહુ જ ઉપયાગી નીવડયા હતા, એટલે ગ્રામજીવનમાં ઍન્જિનિયરનું કેટલું મહત્ત્વ હેાઈ શકે એનો ખ્યાલ મને હતો.

એટલા જ પ્રસંગમાંથી આખા ગ્રામજીવનને સ્પર્શતી ગ્રામસૃષ્ટિની રચના ‘ગ્રામલક્ષ્મી ’ માં ઊપસી આવી, જેનો અરુણ નામનો એક બેકાર ઍન્જિનિયર નાયક બન્યો; ગ્રામજીવનના સામાજિક રાજકીય અને આર્થિક પ્રશ્નો પણ એમાં વણાઈ ગયા અને વ્યવહારમાં રહી આદર્શો તરફ ગતિ કરતાં યુવકયુવતી, કૌટુમ્બિક ઝઘડામાં પડેલા