પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હું મારાં પાત્રો કેમ સર્જું છું ? : ૭૩
 

વડીલો, વિધવા શિક્ષિકા, બહારવટિયો અને ગ્રામજીવનના પશુવિભાગના પ્રતિનિધિ ‘રંગીલ' એમાં ચીતરાઈ ગયાં.

પાત્રો વાસ્તવતામાંથી સર્જાય. અને આદર્શ, ભાવના, સ્વપ્ન પણ વાસ્તવતા નથી એમ શી રીતે કહી શકાય ? વાસ્તવવાદ અને આદર્શવાદ, બરાબર સમજાય એ માટે, કેટલાંક મુખ્ય લક્ષણો ભલે માગી લે. પરંતુ એ પરસ્પર વિરેાધી તત્ત્વો છે એમ માનવા–મનાવવામાં આપણે જીવનને કાપી નાખી અધૂરું જોઈએ છીએ. વાસ્તવતા અને આદર્શ મળીને જ આખું જીવન રચાય. એટલે પાત્રસર્જનમાં વાસ્તવતા પણ આવે અને આદર્શ પણ આવે. કલ્પના જીવન સાથે જડાયલી જ રહે છે એટલે પાત્રસર્જનની કલાને કલ્પનાનો ઉપયોગ કરવે! જ રહ્યો.

કલ્પનાના સાથમાં વાસ્તવતા ન ધારેલી સૃષ્ટિઓ ઉત્પન્ન કરી શકે છે. વાસ્તવ પાત્રોના સંમિશ્રણ થાય, ચાળવણી થાય, ગોઠવણી પણ થાય. અને સંસાર આવી મિશ્રણક્રિયાઓની એક પ્રયોગશાળા જ છે. વર્તમાન દષ્ટિ સામે સતત ઊભાં રહેલાં બે વાસ્તવ પાત્રો ગાંધીજી અને જવાહર. લેખકની કલ્પના એક એવું પાત્ર સર્જે કે જેમાં ગાંધીજીને જવાહરનું સ્વરૂપ મળ્યું હોય અગર જવાહરને ગાંધીજીનું સ્થિતપ્રજ્ઞ માનસ મળ્યું હોય, તો એમાં લેખક વાસ્તવતાનો ભંગ કરે છે એમ માનવાની જરૂર નથી.

અને મને તો સામાન્યતામાંથી, હાલતાં ચાલતાં, ડગલે પગલે પાત્રસૃષ્ટિ મળી આવે છે. આપણે સામાન્ય જીવનને હસી કાઢ્યું છે એટલે પાત્રસૃષ્ટિમાં અસામાન્ય સ્ત્રીપુરુષો અને પ્રસંગો માગવાની ભૂલ કરીએ છીએ. ઉત્તેજક વીરત્વ, હૃદયવિદારક કરુણ અને મુક્તહાસ્ય જીવનની અમુક જ ઉચ્ચ ભૂમિકામાં હોય એમ માનવાની ભૂલ હવે સુધરતી જાય છે, એટલે સાહિત્ય વધારે વાસ્તવ અને વધારે આદર્શ ભર્યું બનતું જાય છે.

હવે પ્રશ્નનો સ્પષ્ટ જવાબ આપું.

હું લખું છું શા માટે ? એ પ્રશ્નનો એટલેા જ જવાબ આપી શકું: લખવાનો શોખ ઉત્પન્ન થયા હોવાથી હું લખુ છુ. લખવા