પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪ : સાહિત્ય અને ચિંતન
 

માટે મિત્રોનો આગ્રહ, તંત્રીઓની ઉઘરાણી, વિવેચકોની ચીમકી એ બધાં કારણેા ભલે હાય; અને એ જીવતાં રહે ! પરંતુ લેખન પાછળ ન સમજાય એવો કોઈ આછો પાતળો ધક્કો ખરો, એને હું પ્રેરણાનું મહત્ત્વ ન આપું; આદેશની ભવ્યતા ન આપું. ઊર્મિકલમમાં ઉતરી જાય છે, અને સંજોગોએ એ સાધન મને આપ્યું છે એટલું જ કહી શકું.

હું લખું છું એટલે પાત્રસર્જન પણ કરું છું. ઊંડા વિચાર કરતાં સમગ્ર લેખન એક રીતે પાત્રસર્જનની ક્રિયા છે એમ મને લાગ્યું છે. નવલકથા, નાટક કે નવલિકા જ પાત્રો સર્જે છે એમ કહેવામાં આપણે બીજા સાહિત્યપ્રકારોને અન્યાય ન કરી બેસીએ. કવિતા પણ એક રીતે નવલિંકા છે, નવલકથા છે. એમાં પણ પાત્રસર્જન જરૂર થાય છે. એક પત્ર પણ પાત્રાલેખન બની રહે છે. જોકે નાટક નવલકથાના પાત્રોની સ્પષ્ટ મૂર્તિ ઘડવી પડે છે અને બીજા સાહિત્ય પ્રકારોમાં પાત્રાલેખન સૂચિત હેાય છે.

પાત્રોનાં સર્જન હું સામાન્ય રોજબરોજના અનુભવેામાંથી કરી લઉં છું. મને આજસુધી મળી આવેલાં પાત્રોમાં સામાન્યતાના મિશ્રણ, ચાળવણી અને ગોઠવણ છે; છતાં મારે મન એ સાચાં પાત્ર છે.

લેખક પાત્રોને ઘડે છે? કે પાત્રો લેખકને ધડે છે ? પરસ્પરને ઘડતો એ કલાવ્યાયામ લેખકને અને પાત્રોને જીવતાં રાખે છે.

મારી માનસલઘુગ્રંથિ મને પાત્રોના સર્જનમાં ઉચ્ચતા- પૂર્ણત અપાવવા મથતી તો નહિ હોય ? એનો એટલો જ અર્થ કે જે મારામાંયે ન જોયું, અનુભવ્યું તે હું મારા પાત્રોમાં જોવા અનુભવાનો પ્રયત્ન કરું છું. આવી પણ એક માન્યતા છે ખરી. તોય એમાં શુ ખોટું ? અને જીવનની કોઈ કોઈ ક્ષણોમાં આપણે—મારા સરખા સામાન્ય જીવને–વીરત્વ, પ્રેમ અને કરુણાનો સ્પર્શ નથી એમ માનવામાં હું મારામાં રહેલી ઝાંખી ઝાંખી માનવતાને અન્યાય કરું છું. કોઈપણ માનવીએ જન્મ ધારણ કરી ઉચ્ચ ભાવો અનુભવ્યા ન હોય એમ માનવા મારું મન ના પાડે છે.

એટલું મિથ્યાભિમાન પણ ઊપજે તો મારે કલમ સાથે છૂટાછેડા