પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
હું મારાં પાત્રો કેમ સર્જું છું ? : ૭૫
 


કરવા પડે. પ્રકાશકો અને તંત્રીઓ મારા લેખો છાપે છે ત્યાં સુધી એ પ્રસંગ આવવા દેવાની ઉતાવળ હું નહિં કરું-મારી અને મારા અનેક મિત્રોની એવી ઈચ્છા હોય તો પણ |

આમ મને અને મારા રડચાખડયા વાચકોને ન સમજાય એવા અનેક પ્રવાહોના પૂતળારૂપે હું મારાં પાત્રોનાં પૂતળા સજું છું. આછોપાતળો પણ જીવ હશે તો એનાં પ્રતિબિંબ સમાજમાં ક્ષણ બે ક્ષણ માટે પડી રહેશે.

નહિં તો ? હું જેમ લુપ્ત થવાના છું. તેમ એ પાત્રો પણ લુપ્ત બનવાનાં.