પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવતર સાહિત્યનાં પ્રેરકબળો : ૭૭
 

કહી શકાય. નવલરામની વિવેચના પણ આપણા પ્રથમ યુગની જ, જેની દૃષ્ટિ વિશાળતાના વારસો હજી પહેાંચે છે.

શિખસત્તા ૧૮૪૮ માં અસ્ત પામી. ૧૮૫૭ ના બળવાને નામે ઓળખાતો મેાગલાઈ અને પેશ્વાઈના છેલ્લા સ્વાતંત્ર્ય યુદ્ધ પ્રયોગ આ યુગમાં જ થયો. જૂની કવિતાનો સૂર્ય સને ૧૮૫૨ માં જ કવિ દયારામના મૃત્યુ સાથે અસ્ત પામ્યો. સને ૧૮૫૭માં એટલે બળવાને વર્ષે અંગ્રેજ સત્તાની સ્થિરતા સાથે યુનિવર્સિટીઓ પણ સ્થપાઈ અને તેના ફળ તરીકે સને ૧૮૭૫ થી કે, ૮૦ થી નવતર યુગનો બીજો વિભાગ શરુ થયો ગણી શકાય.

ગોવર્ધનરામ, નરસિંહરાવ, હરિહર્ષદ ધ્રુવ, મણિશંકર રત્નજી ભટ્ટ, મણિલાલ નભુભાઈ, કેશવ હર્ષદ ધ્રુવ, બળવતરાય ઠાકોર જેવા યુનિવર્સિટીના સ્નાતકો આ બીજા વિભાગના અગ્રણી બન્યા. એમના સાહિત્યનાં પ્રેરક બળ નીચે પ્રમાણે ગણાવીએ;

૧ અંગ્રેજી સાહિત્યનો ઊંડો અભ્યાસ.
૨ સંસ્કૃત સાહિત્યનો ઊંડો અભ્યાસ.
૩ ફારસી ઉર્દૂનો પરિચય.
૪ આપણા સંસ્કૃત સાહિત્યના અભ્યાસે આપણી સંસ્કૃતિમાં દર્શાવવા માંડેલી ઘણી ધણી ખૂબી, આર્ય સંસ્કૃતિ પ્રત્યે થીયેાસોફિકલ સોસાયટીએ ઉપાવેલી પુન:પ્રતિષ્ઠા ઈમરસન, કાર્લાઇલ, ગેટે અને શે।પન હોઅર જેવા પશ્ચિમના વિચારકોએ દર્શાવેલી મમતા, અને નેશનલ કોંગ્રેસની સ્થાપનામાંથી સ્પષ્ટ પણ વિનીત દેશાભિમાન પ્રગટ થયું જેણે સાહિત્ય ઉપર આછી અસર ઉપજાવવા માંડી.
૫ સુરુચિ અને સુધડતાની વર્તમાનયુગને ગમે એવી ઉચ્ચ કક્ષા સાહિત્યમાં પ્રવેશવા લાગી.
૬ સંસ્કૃત અને અગ્રેજી કાવ્યરચનાના અનુકરણમાંથી નવા નવા પ્રયોગો અને સાહિત્ય આકારો જડતા ગયા.

આટલાં તત્ત્વાને આપણે આ યુગનાં પ્રેરક તત્ત્વો-તેમનાં પરિણામ સહ કહી શકીએ.