પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૦ : સાહિત્ય અને ચિંતન
 

સંયમ ઉપર રખાતા આગ્રહ છતાં રસિકતાનું પ્રાબલ્ય અને ઉચ્ચીકરણ.
વાણીથી અટકેલા સ્વદેશાભિમાને જીવનમાં સાધવા માંડેલા સફળ—અસફળ પ્રયોગો.
ગ્રામ્ય અને પ્રતિંત જીવન પ્રત્યેની અનુકંપા અને સહાનુભૂતિ
સ્વાતંત્ર્ય માટેની તીવ્ર ઝંખના.

આટલાં પ્રેરક બળોમાંથી ગાંધીવાદી સાહિત્યનું સન ૧૯૨૦ થી આજસુધી ચાલ્યું આવે છે. રામનારાયણ પાઠક, મેધાણી, ધૂમકેતુ, મહાદેવ દેસાઈ જેવા અગ્રણીઓને આ સાહિત્યના પ્રતિનિધિ તરીકે ગણી શકાય.

પશ્ચિમના ઇબસેન, શો સરખા સાહિત્યકારોની તેમ જ રશિયન સાહિત્યની અસર પણ આ યુગમાં સારા પ્રમાણમાં થઈ, જેને પરિણામે બટુભાઈ ઉમરવાડિયા, ચંદ્રવદન મહેતા, સ્નેહરશ્મિ, ઉમાશકર અને સુંદરમ્ જેવા સાહિત્યકારો ગાંધીવાદ ઉપરાંતની પશ્ચિમાત્ય સાહિત્યની અસરનું અશત : પ્રતિબિંબ પાડતા થયા.

સને ૧૯૩૧–૩૨ થી સામ્યવાદ આપણા જીવનમાં સચોટપણે પ્રવેશ કરવા લાગ્યો. એ સામ્યવાદની અસરમાં આપણે ત્યાં વાસ્તવવાદ અને નીચલા થર ઉપર જ ભાર મૂકતો એક સાહિત્યપ્રવાહ શરૂ થયો. આદર્શ નહિ પરંતુ માનવખામીએનું નિરૂપણ અને જાતીય વાસના ઉપર ઝોક એ આ સામ્યવાદની સાહિત્ય ઉપરની ભારે અસર કહી શકાય. જયંતી દલાલ તથા ભોગીલાલ ગાંધી જેવા લેખકો આ નવા પ્રવાહનાં પરિણામ.

આમ નવતર ગુજરાતી સાહિત્ય નીચેના વિભાગેામાં વહેંચાય :

નર્મદ—દલપતયુગ—એનો મુખ્ય સૂર સુધારો. એ યુગ ૧૮૫૦ થી ૧૮૮૦ સુધી.
વિદ્યાપીઠના વિદ્વાનોનો સાક્ષરયુગ–એનો પ્રધાન સૂર સુધડ રસિકતા, પ્રકૃતિસૌંદર્યનો શોખ અને મર્યાદાશીલ નીતિભાવના ગણી શકાય. વિકટોરિયન યુગની ભારેખમ નીતિ—Victorian prudery પડઘો. એ યુગ ૧૮૮૦ થી ૧૯૦૦ સુધી.