પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૨ : સાહિત્ય અને ચિંતન
 


બીજો વિભાગ—સાક્ષર યુગ—૧૮૮૦ થી ૧૯૦૦

યુનિવર્સિટીનો અભ્યાસ—સંસ્કૃત, ઈંગ્લિશ કે ફારસીનું જ્ઞાન, તેમાંથી સંસ્કાર અને અભ્યાસની પ્રગતિ, ઉચ્ચતા, છંદની પ્રયોગમયતા, ગેયકાવ્યો.

આર્ય સંસ્કૃતિ પ્રત્યે વધતું જતું માન—થિયેસેાફી, આર્ય સમાજ, બ્રહ્મો સમાજ–પ્રાર્થના સમાજ, વિવેકાનંદની પ્રવૃત્તિ.

કુદરતનો અંગ્રેજી ઢબનો સંપર્ક.

કોંગ્રેસની સ્થાપના, વિનીત ઢબનું રાજકારણ, સાહિત્યમાં રાજકારણનો નહિ જેવો પ્રવેશ.

સાહિત્યની વધતી જતી વ્યાપકતા.

ત્રીજો વિંભાગ—Romantic-ઊર્મિ ઉંડાણનો યુગ-૧૯૦૦થી૧૯૨૦

૧ આંતરરાષ્ટ્રીય દૃષ્ટિની શરૂઆત.

ઉગ્ર રાજકારણ, ક્રાન્તિ, હિંસક મેઝીની ગેરીબાલ્ડીની અસર, દેશાભિમાનની સ્પૃહા,

ઊર્મિ અને ભાવનાનાં ઊંડાણ અને સરસાઈ—આદર્શોની સ્પષ્ટ રચના.

કુદરતનો વધારે વ્યાપક અને સાચો સંપર્ક—સાચું રમતિયાળ પણું નાનાલાલ દષ્ટાંતરૂપ.

બોઅર યુદ્ધ–રશિયાજપાન યુધ્ધ–પહેલો જર્મનજંગ.

સામાજિક પ્રશ્નોના ઉકેલમાં થતા અખતરાઓ–સ્રીસન્માનની વધતી જતી ભાવના, કલાપી અને ન્હાનાલાલ–ઉપભોગની રંગીન દષ્ટિ-આદર્શની અસામાન્ય દષ્ટિ.

નીતિના પ્રશ્નોમાં વધતી જતી ઉદારતા—કહેા કે પ્રયોગાત્મક સ્વરૂપ.

૪ ગાંધીયુગ—૧૯૨૦ થી ૧૯૪૦

અહિંસા–અસહકારની નૂતન લડત શ્રેણી ૧૯૩૧-૧૯૩૦-૧૯૪૨

ઉગ્ર સ્વાતંત્ર્યપ્રિયતા, આંતરરાષ્ટ્રીય દષ્ટિની પ્રથમ આછી અને પછી સામ્યવાદીઓના પ્રવેશ બાદ વિસ્તૃત ઓળખાણ.

Orientation of life...જીવનનાં પરિવર્તન, પશ્ચિમ સંસ્કૃતિ પ્રત્યે અવિશ્વાસ, અણગમો અને તેના દોષનું દર્શન-