પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવતર સાહિત્યનાં પ્રેરક બળો : ૮૩
 

સાદાઈ અને સંયમ ઉપર ભાર–છતાં સાહિત્યમાં રસિકતાની વૃદ્ધિ.

જનતામાં નીચલા થર તરફદષ્ટિ—લેાકગીતો-લેાકસાહિત્યના પ્રવાહનું દર્શન.

રશિયાની અસર, અહિંસા અને ગાંધીવાદી અંઘોળ પ્રત્યે શરૂ થયેલા અણુગમા, ક્રાન્તિનું ઉગ્ર સ્વરૂપ, સામ્યવાદનો સાહિત્યમાં પ્રવેશ, બન્નેના સમન્વયનો ભારતીય ઢબે પ્રયત્ન.

આ સર્વ બળોએ પેાતપેાતાની વિશિષ્ટ છાપ આપણા સાહિત્ય ઉપર મૂકી છે. કેટલાંક બળ સમસ્ત ભારતવ્યાપી પ્રવાહો કહી શકાય અને કેટલાંક બળ આંતરરાષ્ટ્રીય વિશ્વવ્યાપી બળના ધક્કા માની શકાય. એકંદર આપણા ગુજરાતી સાહિત્યની સિદ્ધિઓ આપણને આપણા પ્રત્યે માન ઉપજાવે એવી છે.