પૃષ્ઠ:Sahitya ane Chintan.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



સાહિત્યનું સ્થાન

તમને સાહિત્ય ગમે છે?

કદાચ તમે સામો પ્રશ્ન કરશો કે સાહિત્ય શું એ સમજ્યા વગર ઉત્તર કેમ અપાય ?

અને અમને વળી સાહિત્ય સમજવાની ફુરસદ ક્યાં છે ? એવો બીજો પણ પ્રશ્ન કદાચ નીકળી આવે.

જેને ફુરસદ ન જ હોય અને સાહિત્ય સમજાવવાનો આગ્રહ ન જ થઈ શકે. એને એટલું જ કહેવાય કે ફુરસદ હોય કે ન હોય તોય પ્રત્યેક માનવીના જીવનમાં પ્રવેશ કરવાની, પ્રત્યેક માનવીના જીવનને ધડવાની સાહિત્યને વિશાળ ફુરસદ યુગ યુગથી મળી છે. સાહિત્ય સમજાય કે ન સમજાય. માનવીની આસપાસ હવા જેવું વ્યાપક બની રહે છે.

હાલરડામાં સાહિત્ય

હાલરડાં તો સાંભળ્યાં જ હશે. હાલરડાં વગર ઉછરેલું કોઈપણ બાળક કલ્પી શકાય એમ નથી. એ હાલરડાંમાં ઘણું સાહિત્ય સમાયલું છે. મેઘાણીએ રચેલું શિવાજીનું હાલરડું તમે જરૂર સાંભળજો. એમાં – અરે ગમે તે હાલરડામાં–તમને સાહિત્ય મળી આવશે.

વડોદરા રાજ્યમાં તો લગભગ ગામેગામ શાળાઓ હતી. પ્રાથમિક કેળવણી ફરજિયાત હતી. આપણે સહુએ તે મેળવી છે. આપણી વાચન- માળાઓમાં પાઠ અને કવિતા બન્ને આપેલાં હેાય છે. એમાં પણ સાહિત્ય મળી રહે એમ છે.

એથી આગળ જઈએ તે આપણા ભણતરમાં સાહિત્ય વિસ્તરેલું પડવું જ હોય.

પરંતુ ભણતર બહાર પણ સાહિત્યનો વ્યાપક પડઘો આપણે સાંભળ્યા જ કરીએ છીએ. તમે ભાવિક હો તો મંદિરમાં કે શેરીમાં કથા સાંભળો