પૃષ્ઠ:Samarangan.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
યમુનાને કિનારે
95
 

 ભોંઠા પાડ્યા એવું લાગે છે ?”

મુઝફ્ફરને અચંબો લાગ્યો : એક કદરૂપ જોગી જેવો જણાતો માણાસ આટલી નરમ સુંદર વાણી વાપરી શકે છે !

“ચાલશો યમુના-તટે ?” નાગડાએ પૂછ્યું.

“શું કરશું ?”

“તમે ગાજો, સાંભળીશ.”

“મને ગીતો આવડતાં નથી.”

“એ એક જ બોલ ગાશો તોપણ હું મારી ધરતીનો સ્પર્શ અનુભવીશ.”

યમુના-તીરે બેઉ જણા બેઠા. મુઝફ્ફર સરાણિયણ છોકરીના ગ્રામગીતની બે-ચાર પંક્તિઓ ગાઈ.

એ વખતે પણ થોડે દૂર ચાર બીજા આદમીઓ બેઠા હતા.

“પૂર્વે મેં આ જ પંક્તિઓ સાંભળી છે. ક્યાં સાંભળી હશે ?”

“અમદાવાદમાં રહ્યા હતા?”

“હા, સાબરમતીને તીરે.”

“હથિયાર સજાવવા ગયા હતા ?”

“યાદ આવ્યું. એક છોકરી સરાણ ખેંચતી ગાતી હતી.”

“એ મારી બહેન થાય.”

“તમારી બહેન ? શા સગપણે?”

નહનૂએ જવાબ ન દીધો. યમુનાતીરે બાદશાહી મહેલોની બત્તીઓના તેજ વરસતાં હતાં. તેને અજવાળે નાગડાએ નહનૂના નિરુત્તર મોં સામે નજર કરી. મોં પર પ્રેમનો ઝલકાટ હતો. ધીરેધીરે બે આંસુઓ ટપકતાં હતાં. દેવમૂર્તિઓને રોજરોજ નિહાળતા નાગડાએ આ માનવમૂર્તિના મોં પરની પ્રેમ-ઝલકને પણ છૂપી વંદના દીધી.

“તમે જમાતના જોગી છો ?”

“ના, આશ્રિત છું.”

“અસલ ક્યાંના ?”