પૃષ્ઠ:Samarangan.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વિજયી મસ્તક
103
 

 “ચિંતા કરવાની તો તમારી પ્રકૃતિ જ પડી છે ખરી ને !” લોમા ખુમાણે વડીલપણું બતાવ્યું. “અમે કાઠીભાઈઓ તો આજના સૂરજના ઊગવા-આથમવા વચ્ચેની જ વાત વિચારનારા. આવતી કાલની વાત આવતી કાલનો ભાણ ઊગે ત્યારે વિચારીએ. વચ્ચે નાહકની રાત ન બગાડીએ.”

કુંવર અજો જામ આ બંને પુરુષોની મનોવસ્થાને તોળતો તોળતો ઘોડો હાંક્યે જતો હતો.

“એ પણ બેશક મોજીલી મનોદશા છે, કાઠીરાજ !” વજીરે એક નિસાસો નાખીને કહ્યું : “પણ સોરઠી જોદ્ધાઓનો આ પાછો વળેલો હૃદય-રામ જો આપણી જ એકાદ અણઆવડતને કારણે, આપણા જ નાનકડા સ્વાસ્થ્યને કારણે, કે આપણા – એટલે કે આગેવાનોના – નજીવા મતભેદને કારણે પાછો ઊડી જવાનું કમનસીબ ટાણું આવશે તો...”

“‘તો’ ને જોવાની વાત રેવા દિયોને, વજીર !”

“આપણે રે’વા દઈએ એથી એ કાંઈ ટળે તેમ છે, કાઠીરાજ ? અકબરશાહ પોતાની ફોજનો બચાડા નાનકડા સોરઠના ચાર હજારને હાથે..”

“સાડા ચાર.”

“હા હા, ભૂલ્યો, સાડા ચાર હજારને હાથે થયેલ બેહાલીભર્યો ફેજ કાંઈ સાંખીને બેઠો રહેશે ?”

“નહિ ત્યારે ?” લોમાએ પોતાની અક્કલને માપે માપણી કરી : “પાદશાહ ખો ભૂલી જાશે ખો, જેસાભાઈ ! હવે હમુણાં તો એ કાઠીઓનો કરાળ કાળ સોરઠ સામે જોઈ રિયો !”

“હા-હા-હા-હા !” જેસા વજીર હસીને જ બંધ રહ્યા. “મને તો આ મારા કુંવરના ય કાળની ફિકર છે.”

“કડાકૂટ છે બધી એ તો.” લોમા ખુમાણે કંટાળો બતાવ્યો. “બાકી અમીનખાં તો હવે પાધરોદોર થઈ ગયો. એને જેટલો દબાવી શકાય