પૃષ્ઠ:Samarangan.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
110
સમરાંગણ
 

 દારૂ-પ્યાલીઓ પી-પીને, અધરાતે લોથપોથ ઘેર આવશો અને છાનામાના ઘારણ કરશો ! આજ ફરીથી જોબનિયું બેઠાની વાતની મને શી ખબર હોય ? ના, હું તમારી પાસે નથી આવવાની. આંહીં છેટી ઊભી છું. જે કહેવું હોય તે કહો, જે જોવે તે માગી લ્યો – હા, કપડાં તૈયાર છે. ઊઠો, બદલાવી આપું. ના, તમારા હાથ ઊંચા અધ્ધર ને અધ્ધર રાખો, હું બદલી દઉં છું. ના, તમારે મને કાંઈ કરતાં કાંઈ શિખામણ દેવાની જરૂર નથી, હાથ મહેરબાની કરીને છેટા રાખો...

પોતાના હાથ સ્વપ્નમાં ને સ્વપ્નમાં પોતે જાણે કે વજીરાણીના હૈયા પર મૂકવા જાય છે, હાથ ઢોલિયાની ઇસ ઉપર અફળાય છે. જાગે છે ત્યારે ચાકર બાઈના બોલ કાને પડે છે : “બાપુ, બાપુ, બાપુ, વજીરબાપુ !”

“કેમ? ક્યાં ગયાં ?” ઝબકીને એણે સામો પ્રશ્ન પૂછ્યો.

“મહેમાનો છે.”

“ક્યાં છે ? કોણ છે ?”

“બહાર ડેલીમાં ઊભા છે. ઘોડે ચડેલા છે. ચડ્યે ઘોડે જ આપને મોંએ થઈ લેવા માગે છે.”

“પણ કોણ છે ?”

“ખેરડીવાળા આપા લોમા ખુમાણ છે. ઘેર સિધાવે છે. આપને મોંએ થવું છે.”

“ઉપર નહિ આવે ?”

“ના, કહે છે કે નીચે પધારે તો જ મળવું છે. પલાણ છોડાય તેમ નથી.”

બુઢ્‌ઢાએ ઊઠીને હાથમાં ડાંગ લઈ ટેકેટેકે જ્યારે સીડી ઊતરવા માંડી ત્યારે એને જોનાર કોઈ પણ ન માની શકે કે આ ખોખરધજ આદમી મુગલ ફોજને ધમરોળીને ચાલ્યો આવતો હશે. એનું શિર સહેજસહેજ ધ્રૂજતું હતું. એણે ફક્ત પોતાની દાઢીને માથાના લાંબા વાળને બોકાનીમાં લપેટી લીધાં હતાં. અંગરખો હજુ એના દેહ ફરતી ઝાલર