પૃષ્ઠ:Samarangan.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અણપ્રીછ્યું મિલન
113
 




17
અણપ્રીછ્યું મિલન

“અધરાત થઈ ગઈ ?” વજીરે પાછા વળતાં વળતાં ડેલીના દરવાનને પૂછ્યું : “ક્યારે થઈ ગઈ ? મને ઝાઝું ઝોકું આવી ગયું’તું? તારી મા આવી ગયાં ? ક્યારે આવ્યાં ?”

એણે એક જ શ્વાસે પ્રશ્નો પૂછ્યા. જવાબની રાહ જોતાં એને ડર લાગ્યો. સ્ત્રી ઘરમાં નથી એ ખબર પાકા કરવાની એની છાતી ચાલી નહિ. મેડીનાં પગથિયાં ચડતે ચડતે એણે ડાંગના જે પછડાટા કર્યા, તે પછડાટાની સાથે એના માથામાં નીકળી રહેલા ચસકા તાલ મેળવતા હતા. પરમ વિજયનો દિન કારમા પરાજયની રાતને જાણે કે ચોટલે ઝાલીને પાછળ ખેંચતો આવ્યો હતો, અથવા રાત જાણે કોઈ લુચ્ચી બિલાડી હતી. માળામાં લપાયેલા વિજયને એણે ચૂંથી ખાધો હતો. એનો મદ ઊતરી ગયો. પ્રશ્રો જાગ્યા : હું કયા ધણીને માટે ખપી ગયો ? કયા વીરને આ વિજયકલગીઓ છેલ્લાં પચીસ વર્ષથી પહેરાવતો આવું છું ? એક હાથીએ જ શું મારા બોલ-કોલનું વજન કાઢી લીધું ? પણ આ મારી વેદના સંભળાવવી કોને ? સાંભળનારી તો નથી. હાથીને હમણાં ને હમણાં જઈ હાથીખાનેથી છોડાવી લઉં ? પછી સવારે ઊઠીને ભલે દરબાર શૂળીએ ચડાવે ! પણ હું આમ કરવા જતાં અજાકુંવરનો અવતાર બગાડી બેસીશ તો ? પણ આ બધું મારે પૂછવું કોને ? સ્ત્રી હોત તો પૂછી જોત.

પાછો ઢોલિયે જઈને પડ્યો. પડ્યાંપડ્યાં એણે અંતરીક્ષમાં ‘મા ! મા ! મા કહાં ?’ એવા કશાક ઉદ્‌ગારો સાંભળ્યા, એણે કાન માંડ્યા. પવનમાં કોઈક કમાડ એનાં નર-માદા (નકૂચા) પર હલબલી જઈને ચાં ચાં કરતું હશે. એણે આંખો મીંચી. કાનને ઓશીકા પર ચાંપી દીધા. પણ અવાજ બંધ ન પડ્યો. એ ઊઠ્યો. ફરી ડાંગ લીધી. ઓરડેઓરડે ઘૂમી વળ્યો. નજીકમાં કોઈનો પાડોશ નહોતો. શોકગ્રસ્ત અને ભયગ્રસ્ત નોકરો ભોંયતળિયે જ લપાઈ બેઠા હતા. એકલ વૃદ્ધ ગોખમાં થઈને