પૃષ્ઠ:Samarangan.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
129
પુરુષાતનની પ્રતીતિ
 


“ભાગજે મા, શેરખાન ! પઠાણની ઓલાદનો હો તો તો સામાં કદમો ભરતો આવજે. હું એકલો આવું છું, શેરખાન ! તું પઠાણ, હું ગુજરાતી : તું શેરબહાદુર, હું ગરીબ નહનૂ : મુકાબલે રમીએ, ઓ શેરખાન, ઊભો રહેજે.”

પણ શેરખાને જ્યારે પોતાની સામે ધસી આવતું કાળ-રૂપ નિહાળ્યું. ત્યારે પોતાની પઠાણી ઓલાદને વીસરી જઈને રફૂચક થવામાં જ એણે સાચી વીરતા સમજી લીધી. એણે ઘોડાની લગામ ફેરવી. એ સરી ગયો.

ભદ્રના કિલ્લાની ચાવીઓ લઈને દરવાનો દરવાજા પર જ હાજર ઊભા હતા. ઉશ્કેરાટભર્યો ને ખુન્નસની વરાળ કાઢતો નહનૂ ભદ્રમાં ઘૂમી વળ્યો. ઇતમાદ ક્યાં ? ઇતમાદ નથી ? નાસી છૂટ્યો ? ચાબુકોના માર એણે મને આ જ કિલ્લામાં મારેલા. મારી ગહરી નીંદર એણે એક રાતે અહીં જ બગાડી હતી. ને મારી અમ્માને એણે ક્યાં, કયા ઓરડામાં પૂરીને તેજાબો પિવરાવ્યા હતા ? ક્યાં ગયો ઇતમાદ ? છટકી ગયો ? ઇતમાદ અને શેરખાન બેઉ મારી જાનને લોહીની પ્યાસમાં તડપતી રાખીને ગયા.

ખેર, જવા દે, દિલ ! હું આંહીં કેટલા દિન ? હું ક્યાં રાજ કરવાની લાલચે આવ્યો છું ? પણ એક વાર ગુજરાત જોવી હતી મારે. પાટણ જઈને છ વર્ષ પર અકબરશાહના હાથને બોસો કરતો ઊભો રહેનાર મુઝફ્ફર ડરપોક નહોતો, રંડીપુત્ર હશે ભલે, પણ નામર્દ નહોતો, એટલું મારે બીજાને તો ઠીક પણ ખાસ કરીને તો ખુદ મારા જ દિલને દેખાડવું હતું.

ભદ્રના કિલ્લામાં ફરી એક વાર ગુજરાતને સિંહાસને એક ગુજરાતીની તાજપોશી થઈ. મુઝફ્ફરે જુમ્મા મસ્જિદમાં જઈ પોતાના નામનો ખુતબો પઢાવ્યો. મસ્જિદમાંથી પાછા આવતાં એણે પૂછયું : “ક્યાં ગયા કાઠીરાજ લોમા ખુમાણ ? એને શું આપણે વિસારી જ મૂક્યા !”

લોમા ખુમાણ અને એના અસવારો ભદ્રમાં હાજર નહોતા. ક્યાં ગયા, ક્યાં ગયા, શોધાશોધ મચી રહી. આખરે કાઠીઓ શહેરનાં અઢળક