પૃષ્ઠ:Samarangan.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
132
સમરાંગણ
 

મુઝફ્ફર પલાયન થયાના ખબર આવ્યા સમજોને !”

આઠ સો વજીરખાનીઓ આવ્યા – પણ તલવાર ખેંચીને, જંગના લલકાર કરતા આવ્યા.

ઈતમાદખાએ કહ્યું : “ખાં સા’બ, આ કદમો ભાઈબંધીના ન હોય. તમે ભૂલ કરી કે બાળબચ્ચાં અને ઓરતોને પણ પાછા સાથે લઈ આવ્યા. આપણે બધા તંબુના ખીલા ઠોકવામાં જ રાત કાઢી નાખી. ને જુઓ, આ આવે છે તે કરતાં સો ગણી ઠઠ તો સામે કાંઠે શહેરની રાંગે ઊભી !”

એમ કહેતો જ ઇતમાદ પોતાને ઘોડે ચડ્યો.

“કાં, ખાં સા’બ ?” શાહબુદ્દીને અજાયબીથી પૂછ્યું.

“હું ઓસમાનપુરના ઘાટ પર ઊભોઊભો શત્રુસેનાનો માર્ગ રોકું છું, આપ આંહીં લડજો હોં, ખાં સાહેબ !”

એટલું કહીને ઈતમાદ નાઠો. આંહીં તંબૂ નાખતી ફોજ પર વજીરખાનીઓ તૂટી પડ્યા. શાહબુદ્દીન પણ પલાયન કરી ગયો. બાળબચ્ચાં ને સરંજામ પાછળ પડ્યાં રહ્યાં. એની ફોજના સિપાહીઓએ શરણાગત બની મુઝફ્ફરની નોકરી સ્વીકારી.

બીજા દિવસે ખબર આવ્યા કે પાટણને માર્ગે એક ઝાડની ડાળીએ ગળાફાંસો નાખીને એક લાશ લટકતી હતી. એ લાશને ઈતમાદખાની લાશ તરીકે ઓળખાવવામાં આવી.


19
વાય મુઝફ્ફરો !

વાનગરના આશાપરાના મંદિરમાં એક રોનક ચાલ્યું હતું. નહિ પૂરો જોગી કે નહિ પૂરો સંસારી, એવો એક જુવાન ત્યાં મુકામ કરીને રહ્યો