પૃષ્ઠ:Samarangan.pdf/૧૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
134
સમરાંગણ
 


બઢ્‌ઢાઓએ કહેલા ઇતિહાસને નદી-તીર સાથે બંધબેસતો કર્યો. પછી ધીરેધીરે યાદ આવ્યા : બાપ-મા વચ્ચેના અબોલા; પોતાનો પરિત્યાગ; માની શૂન્યતા, માએ મને એ ‘જોરારના’ શબ્દનો મર્મ સમજાવવાને વર્ષો સુધીની વાર જણાવી. આજે એ મારી મા સામી રાજગાળ લોકવાણીમાં વણાઈ ગઈ છે. એનો હિસાબ શી રીતે પતાવું ?

વળતા દિવસે એણે સતા જામને જોવાનો નિશ્ચય રાખ્યો. રાતનો હરએક ડંકો ને ચોકીદારોનો હરએક ખોંખારો એણે સાંભળ્યા કર્યો. નીંદ ન આવી. પ્રભાતે એણે જામ સતાજીની મુખમુદ્રા દેરામાં ઊભેઊભે નખશિખ નિહાળી. દોટ કાઢું ? પટકું ? કલેજે ચડી બેસું ? પીસી નાખું ? જબાન ખેંચી કાઢું ? માના કહેલા બોલના બદલામાં ચપટી ધૂળ એના મુખમાં નાખું ?

નહિ, નહિ નહિ : એ સાચો જવાબ નથી. અપમાનને બદલે અપમાન દઈશ, તો જૂની ગાળ ફક્ત તાજી થશે. વિચાર કરીશ. માએ આટલાં વર્ષો સુધી ધરેલી સબૂરીનો કંઈક ગૂઢાર્થ હોવો જોઈએ. માએ કંઈક કહેવાનું નક્કી કરી રાખ્યું હશે. મા જીવતી હશે તો આવીને ગમ પાડશે, મૃત્યુ પામી હશે તો અંતરની સ્ફુરણા બનીને આતમ-વાણી સંભળાવશે. ગઝબ ગાળ ! ઓ મૈયા, તને કેટલી હલકી ગાળ દીધી ! ને સુભટ પિતા, વીરોનો ય મહાવીર પિતા સાંખી રહ્યો ! નાગમતીના તટની શિલા પર બેસીને એ દિવસ નાગડો જીવનમાં પહેલી વાર રડ્યો. એ આક્રંદમાં ટપકેલાં આંસુ એવડાં તો મોટાં હતાં કે માછલીઓએ જળમાં લીલી ઝીણી અંગૂરો ટપકતી માની મોઢાં ફાડ્યાં.

ત્રીજા દિવસે એ રસ્તા પર એક ઝાડની ઓથે ઊભો રહ્યો. અજા કુંવરની સવારીની એને રાહ હતી. સવારીના પાંચ-દસ અસવાર પસાર થયા ત્યારે પોતે ઝાડને થડે શરીર ટેકવીને મૂંગોમૂંગો જ ઊભો રહ્યો. એક દિવસ, બીજો દિવસ, ત્રણેક દિવસ ઉપરાઉપરી કુંવરે આ જુવાનની અબોલ મૂર્તિ ઊભેલી દીઠી. દિવસે દીઠી હોય તો રાત્રે એક સુંદર સ્વપ્ન આવે તેવી એ દેહની શિલ્પ-રચના તો હતી જ. તેમાં હમણાં હમણાં