પૃષ્ઠ:Samarangan.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
138
સમરાંગણ
 


“એક દિવસ, બે દિવસ, પાંચ-પંદર, ને વીસ દિવસ સુધી વડોદરાનો ઘેરો ટકી રહ્યો છે. નગરના જોદ્ધા રોજરોજની બાતમી માટે અધીર બની બેઠા છે.”

ચોથો ખેપિયો ખબર લાવ્યો : “વડોદરાના નવાબ કુત્બુદ્દીનખાનને પકડી મુઝફ્ફરે હાથીના પગ હેઠળ છુંદાવી નાખ્યો. ને અમદાવાદથી ઢસડી આણેલી તોપોને કિલ્લા સામે ગોઠવી કિલ્લો જમીનદોસ્ત કર્યો.”

“વાહ મુઝફ્ફરો ! વાય મુઝફ્ફરો,” અજા જામના કંઠમાંથી લલકાર ઊઠ્યા.

પાંચમો ખેપિયો ખબર લાવે છે: “મુઝફ્ફર ભરૂચના કિલ્લા પર ત્રાટકી પડ્યો. નવાબ નૌરંગખાન ભાગી ગયો હતો. એની મા જ એકલી કિલ્લામાં હતી. મુઝફ્ફરે કહેવરાવ્યું, કુંચી સોંપીને ચાલ્યાં જાવ, મારે કોઈનો જાન લેવો નથી. ગુલામોએ હાજર થઈને કૂંચીઓ સોંપી. તમામ રોકડ અને અઢળક સોનુંરૂપું મુઝફ્ફરના હાથમાં પડ્યાં.”

"ગજબનો મુઝફ્ફરો ! કાળઝાળ બન્યો ચંડીપુત્ર મુઝફ્ફરો. આ સુલતાની ચાર દાડા ચાલે તો ય ભજવી પ્રમાણ, ઉજાળી પ્રમાણ.” કુંવર અજાજીનું હૃદય ગજગજ ઉછાળા મારી ઊઠ્યું. પંદર દિવસ બાદ ખેપિયો ખબર લાવે છે : સુલતાન મુઝફ્ફરશાહ આજ સુધી ભરૂચમાં રહી મારતે ઘોડે અમદાવાદ પર જાય છે, કારણ કે આખા ગુજરાત પર પથરાતી એની આગની આંચ આગ્રામાં લાગી છે. અકબરશાહ હેરત પામી ગયેલ છે. ઇતમાદખાન, શાહબુદ્દીન, કુતુબુદ્દીનખાં અને નવરંગખાં શેરખાંનો કાળ બની જનાર ‘મુઝફ્ફર ગુજરાતી’ હવે હાંસીનો ને ટોંણાનો વિષય નથી રહ્યો. એને હતો–ન હતો કરી નાખવા માટે આગ્રાથી ચડી ચૂક્યો છે અનગળ કટક લઈને નવાબ ખુદ મિરઝાંખાન : અકબરશાહનો દૂધભાઈ મોટો ખાન : એની સાથે સો તો હાથીઓ છે.

“મિરઝાંખાન ! મોટા ખાન !” ‘પરદેશી રાજપૂત’ નાગડો રોજરોજ થતી વાતોમાં તે વખત પહેલી જ વાર ચોંકી ઊઠેલો લાગ્યો. “માર