પૃષ્ઠ:Samarangan.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
140
સમરાંગણ
 


“મારા હાથનું ય ખાય છે તો ખરાં. એને બાપડાંને કાંઈ ખબર છે કે ખવરાવનારા હાથ બદલી ગયા ?” ડોસો વધુ ને વધુ બેવકૂફીની મોજ લેતો હતો.

“એ તો છોકરાં જેવાં અણસમજુ કહેવાય, બાપુ ! એને તો જે ખવરાવે તે પોતાનું.”

“છોકરાંનું ય એવું જ કે ? એવું હોય કાંઈ ? છોકરાં બોલી ન શકે, પણ હાથ વરતી જાય, હોં છોડી !”

પણ બુઢ્‌ઢો આ આધેડ બાઈને ‘છોડી’ કહેતો, કેમ કે એનો જન્મ જ બુઢ્‌ઢાના ઘરમાં બુઢ્‌ઢાની સાંભરણમાં થયેલો.

“તમારો હાથ પણ માછલાંને મીઠો લાગે છે. ખવરાવો, બાપુ, ખવરાવો; આપણાંય જ્યાં હશે ત્યાં એને ઈશ્વરનો હાથ ખવરાવશે.”

“લવ લવ કર મા.” બુઢ્‌ઢો ચિડાયો : “આપણાં ને ફાપણાંવાળી વાત શું વારેવારે કાઢીને ઊભી રે’છ ? તને કોણ ડાહી કરે છે ? આપણાંને આપવા કોઈ ઈશ્વર નવરો નથી.”

“કોઈક આવતું લાગે છે.”

“બીજું તે કોણ આ ડોસાને માટે નવરું હોય ?” બુઢ્‌ઢાએ આથમતાં સૂર્યકિરણો સામે આંખો પર હાથની છાજલી કરીને કહ્યું : “અજો કુંવર પગપાળા આવતા લાગે છે. ભેળું કોણ છે ? એક જ જણ લાગે છે. આજ રસાલો નથી લીધો ને શું ?”

“ઓલ્યો નવો જુવાન છે.”

“કિયો વળી નવો ?”

“હમણાં હમણાં કુંવરબાપુની સંગાથે એ તો હોય છે ને હોય છે. આપણી ડેલીએ કુંવરબાપુ પધારે છે ત્યારે એ હેઠળ રહીને બીજું કંઈ કરતો નથી, આપણી ભીંતે ચાકળા-ચંદરવાની ને ગાદલા-ગોદડાંની માંડ્ય છે એને જ મોં ફાડીને જોઈ રહે છે. પાણિયારાને માથે કોઈ કાળોતર પહેલાં નાગપાંચમના નાગલા આલેખેલા છે કંકુના, તે બસ, એને જોતા તો ધરાતો જ નથી. એક વાર મને પૂછતો’તો છાનોમાનો, કે વજીરાણી