પૃષ્ઠ:Samarangan.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
144
સમરાંગણ
 

“કે બાપુએ એને બરડામાં રહેવાની રજા દીધી.”

“ઉદય થવાનો હશે અંતરમાં. ઉદય થવા બેસે ત્યારે કાંઈ વાર લાગે છે ? ઘોર અંધકારમાં જ તેજ-ફુવારા છૂટવા માંડે. નગરનો ય ઉદય થનારો હશે.”

“મને–ના–ના–” કુંવર કશુંક કહેતાં કહેતાં બોલ પાછા પી ગયા. એનું માથું ફક્ત હલ્યું.

“વિશ્વાસ રાખો, બાપા !” વૃદ્ધે ધોળાં ભવાં ફરકાવ્યાં. એનું લલાટ કરચળીઓને ખંખેરી નાખી આત્માની આરસી બની ગયું.

21
જોડી જડી

વાતોના વાતાવરણમાં ચીરો પાડતો એક દેકારો નદીના શહેર નજીકના આરા પર બોલી ઊઠ્યો. કોઈ ઘમસાણ મચ્યું હોય તેવા કિકિયાટા અને ચેંચાટા સંભળાયા. આગળ ઊભેલો ‘પરદેશી’ નામે ઓળખાતો નાગડો કુંવર અજાજી તરફ ઊંચા હાથની નિશાની કરી શહેર નજીકના આરા પર દોટ કાઢતો ગયો. એની લાંબી લાંબી હરણફાળ નિહાળતા કુંવર અજાજી અને વૃદ્ધ વજીર પણ પાછળ દોડ્યા. ‘તમે નહિ’ એમ કહીને કુંવરે રોકવા માંડેલા વજીરે કશો જ જવાબ આપ્યા વગર સીધી હડી કાઢી. એ દોટના પ્રલય-વેગમાં જ ‘તમે નહિ’નો જવાબ હતો.

બેઉ પહોંચ્યા તે પૂર્વે જ તેઓએ દૂરથી હાથી જોયો. મદછકેલો હાથી માવતને પછાડી નાખીને તૂટતા કાળ-વાદળા જેવો નદી પારથી ધસ્યો આવ્યો. નદીનાં પાણીમાં એણે પ્રલયકાર મચાવ્યો. એમાં પાણીની ભરેલી હેલ્ય માથા પર માંડીને એક જુવાન સ્ત્રી ગામ બાજુનો ચડાવ ચડતી હતી. એક હાથે એણે હેલ્યને ટેકો આપ્યો હતો, બીજે હાથે એણે