પૃષ્ઠ:Samarangan.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
172
સમરાંગણ
 


પાળેલ બચ્ચું જેમ પાળનારના દેહ પર દોડાદોડ કરી મૂકે તેવી દોડાદોડનો મીઠો સ્પર્શ નાગડાએ પોતાના દેહ પર અનુભવ્યો.

“કેવો રૂપાળો છે !” વૃદ્ધાએ બોખા મોંમાંથી બોલ કાઢ્યા.

“જૂઠી બાત બોલેસે તૂ, મૈયા.” ગુરુદેવે હાંસી કરી : “લડકો બિલકુલ રૂપાલો નથી. હમારી સાથ ચૌદા-પંદરા સાલ રહ્યો હતો, પણ કોઈએ ઈનકો રૂપાલો કહ્યો નથી. રૂપાલો કહેનેવાલી બસ, તુ એક અંધી મિલી ઈતને સાલમેં.”

“ક્યાંનો છે આ જુવાન, હેં બાપુ ?” બુઢ્‌ઢીએ દીન સ્વરે પૂછ્યું.

“નાગનીનો.” નાગથી બોલાઈ ગયું.

“તું કોનો દીકરો છો, ભાઈ ? તારાં માતપત્યાનું નામ ?”

“નથી.” નાગ ફક્ત આટલું જ બોલીને બીજી બાજુ જોઈ ગયો. વૃદ્ધા નજીક આવીને આ જુવાનને જોવા લાગી.

“ખાઈ જાનાં નહિ.” ગુરુદેવે ગમ્મત ચાલુ રાખી, અને જરી સંકોડાતા નાગને કહ્યું : “આ મૈયા થોરી સી પગલી હૈ. ઘબરા મત. ભરખી નાહિ જાસે. મેરે સબ સાધુઓં કો આમ જ કર્યા કરે સે !”

વૃદ્ધાએ એનો જમણો હાથ ઝાલીને પંજ તપાસ્યો. ટચલી આંગળીની અડોઅડ એક છેદાએલું ઠૂંઠૂં હતું. ઠૂંઠાને પંપાળતી પંપાળતી એ હસી, હસતાં હસતાં એકાએક ડાબા હાથની એની બાંય ઊંચી કરીને પોતે મશાલચીને નજીક આવવા સૂચવ્યું. ભુજા પર કાળું મોટું લાખું નિહાળીને ફરી વાર હસી. એકાએક એણે નાગડાની છાતી પર હાથ મૂક્યો, એટલે ગુરુદેવે કહ્યું : “અરે અરે, મૈયા, ક્યા તૂ લડકા કી ગર્દન પીસ દેગી ?”

વૃદ્ધાએ નાગના કંઠમાં રુદ્રાક્ષની માળા વચ્ચે ઝૂલતું માદળિયું સ્પર્શી જોયું ને એ ફરીથી હસી. જુવાનના મોં પર, લલાટ પર, કાન, નાક અને ગરદન પર એણે ધીરી ધીરીને સ્પર્શ કરતે કરતે જોયું. જોતી ગઈ તેમતેમ આવેશમાં આવતી ગઈ. આવેશની માત્રા ચડવા લાગી. અને હાંસી કરતા યોગી તેમ જ તેમના શિષ્યો સાવધાન બને તે પૂર્વે તો વૃદ્ધાએ મન