પૃષ્ઠ:Samarangan.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
178
સમરાંગણ
 

મને બહુ છેડશો તો હમણે આ થોરનું દૂધ ભરી દઈશ. આટલી બધી કાયરતા હતી તો માને જોઈ તે ટાણે જ કેમ ન રોઈ લીધું ! મા બહુ વા’લી હતી તો મને જોગીઓ ભેળી માને ત્યાં પાછી મૂકી દેવા કેમ દીધી ? ત્યાં કેમ યાદ ન આવવા દીધું, કે બાપને ઘેર નહિ તો ઓલી રાજુલને ઘેર રાખી આવીશ તને, મા ! રાજુલ મારા માથે ખીજે ભઠી છે એટલે એને ઠીક પડત, માની પાસેથી મારી વાયડાઈની કૈક વાતો કઢાવત. મા રાજુલને કહેત કે મારો દીકરો રૂડો છે, ત્યારે રાજુલને ઠીક ગમ્મત થાત. પણ એ બધું ટાણાસર સૂઝવું જોઈએ ને ! મારા વા’લા જોગીડા બધા ઠીક ફાવી ગયા. એમને મા જોતી’તી. ભલે ફાવ્યા. મારા વા’લા પીલપાડા જેવા ઉપરથી દેખાય, પણ માયલી પા તો મારા જેવા જ દુકાળિયા રાંકા છે બધા ! આખી દુનિયાને છોડવાનો ડોળ કરે છે, પણ એક મારી માને – પારકી માને – ય મેલી દેતાં બરછીઉં વાગતી’તી જાણે ! ઘણુંય થાય છે કે હું ય એનો બદલો લેવા એ પ્રત્યેકની મા પાસે પહોંચી જાઉં, ને એવી ચાકરી કરું કે એ બધી માઓ આ પેટના છોકરાઓને ભૂલી જ જાય. પણ હવે આ મામલાને પૂરો થઈ જવા દે. આ મુઝફ્ફરશા દોસ્તને માથેથી આફત ઊતરવા દે. પછી વાત છે બધાની.”


26
ભૂચર મોરી

પળચર પંખણી જી, કે બાતાં યું કરે,
ભય તબ ભૂચરી જી, કે આગમ ઓચરે.

[‘વીભા-વિલાસ’]

જે પણ એને ‘ભૂચર મોરી’ કહેવામાં આવે છે. રાજકોટ અને જોડિયા