લખાણ પર જાઓ

પૃષ્ઠ:Samarangan.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
190
સમરાંગણ
 

 નામ ઉપર યાદદાસ્તને ઠેરવી. કેવું વિચિત્ર નામ ? કોણ હશે ? અત્યારે પૂછગાછ કરીને ગોતવું પડશે ખોરડું. એકાદ વર્ષ પર નગરમાં બનેલ બનાવવાળી નામઠામની વિગતો એને યાદ નહોતી. નામઠામ જાણવાનો એણે યત્ન પણ કર્યો નહોતો. ખેચર, જળચર, ભૂચર એવા શબ્દો મનમાં ગોખતો ગોખતો એ ઘોડો હંકારતો હતો. ગોખતાં ગોખતાં ગોટાળો થઈ ગયો હોય કે પછી જીવ ટીખળ પર ચડી ગયો હોય, પણ આથમણા ઝાંપા બહાર અજવાળી રાતે એક સ્ત્રી ધણને બહાર બેસારીને દૂઝણી ગાયોને કપાસિયા ખવરાવતી હતી તેને એણે પૂછ્યું : “આંહીં ખેચર મોરીનું ઘર ક્યાં ?”

છોકરી હાથમાં લાકડી હતી તે ઉગામીને ઘોડા આગળ ધસી ગઈ. બોલી : “કેનું ઘર પૂછ્યું ?”

“ખેચર – અરે ભૂલ્યો, ભૂચર – મોરી રજપૂતનું.”

છોકરી વિશેષ પાસે ગઈ. ત્યારે ચાંદનીમાં પુરુષ પરખાયો. એ જ પુરુષ પરખાતાંની ઘડીએ જ એણે ઓઢણું સંકોર્યું ને ઉગામેલ પરોણો નીચો કર્યો.

પુરુષે પણ છોકરીને ઓળખી. આ તો રાજુલ. લાગ્યું કે ભેખડાઈ ગયો.

બન્નેની રોમરાઈ ભાદરવા મહિનાના ભર્યા મોલની જેમ સળવળાટ કરી ઊઠી.

“ગામતરે ગિયા છે.” કન્યાએ બીજી બાજુ જોઈ જઈને જવાબ દીધો. એની ઓઢણી ઝૂલતી હતી. એણે ત્રણ વાર લસરતી ઓઢણી માથા ઉપર સંકોરી.

“આવે ત્યારે કહેજો કે વજીર બાપુએ હડિયાણે તેડાવલ છે.”

‘હો.” ટૂંકો જવાબ મળ્યો.

અસવારને જોઈ ગાયોનું ધણ ઊંચાં મોં કરીને વહેમાતું ઊભું થઈ ગયું.

અસવારને થોડી વાર અબોલ ઊભા રહ્યા પછી યાદ આવ્યું કે