પૃષ્ઠ:Samarangan.pdf/૨૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
192
સમરાંગણ
 

 મોં એ ઘસીને લૂછતી હતી. પણ રોમરાઈનો સળવળાટ ભૂંસાતો નહોતો ને પિતા આવ્યા ત્યાં એણે જોયું કે દીકરીનું આજનું રુદન કોઈ અજબ પ્રકારનું હતું. જાણે કોઈ સુખવેદના સહેવાતી નહોતી. અને એ રાતથી ભયંકર પંખીઓ દેખાતાં બંધ પડ્યાં. રાજુલ બેધ્યાન મટી, રડતી મટી, ટીંબો છોડવાની વાત એણે મેલી દીધી, પલળેલ ધરા જેવી એ ટાઢી બની ગઈ.



28
મંત્રણા

ખેરડીના કાઠી-ગઢમાં આજે ફરીવાર એક મસલત ચાલે છે. બેઠેલા બે જણાની વચ્ચે બે ચીજો પડી છે : એક છે માળા ને બીજું છે કુરાન. એક લોમા ખુમાણ છે, બીજો મુસ્તફાબાદ (જૂનાગઢ)નો દૌલતખાન ગોરી છે. ખુમાણની ભરાવદાર દાઢી પોણા ભાગની સફેદ થઈ ગઈ છે. એના બેઉ બાજુના કાતરા ઊડઊડ થાય છે. જુવાન દૌલતખાનની દાઢી હજુ તો પાણી પીતીપીતી જથ્થો બાંધતી આવે છે. લોમો ખુમાણ બોલ્યો : “આ વખતે આવશે તે તો પાદશાહનો કાળ-ઝપાટો હશે, સૂબેદાર સાહેબ.”

“હું સમજું છું. ને આપણે જામની સખાતે નહિ જાયેં તો ય પાદશાહ છોડવાનો નથી.” દૌલતખાને નિશ્વાસ નાખ્યો : “ને મુઝફ્ફરે આશરો લીધા પછી જામ કાંઈ હવે આશ્રિતને છોડવાના નથી.”

“જામ જીતે તો જામ આપણને સુખે રાજ કરવા દે, એ પણ આશા નથી.”

“જામ જીતે એવું લાગે છે ?”

“જેસા વજીર ને અજો જામ જીવતા છે ત્યાં સુધી જામની ફોજ