પૃષ્ઠ:Samarangan.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મંત્રણા
195
 

 “તો હું સંઘરવા તૈયાર છું. મારા કચ્છી પહાડોમાં એક કરતાં એકસો મુઝફ્ફરને હું ગપત રાખી શકીશ. ગભરાવ છો શા માટે ?”

“બોલો, સંગ્રામ વાઘેર ! તમારી સખાયતનો કેટલો વિશ્વાસ રાખી શકીએ ?”

“હવે ઈ બચાડા માછીમારને શીદ અકળાવો છો ? એનું શું ગજું ?” રાવ ભારાજીએ તરત જ સંગ્રામ વાઘેરના નામ પર ચોકડી મારી દીધી.

“રાવજી સાચું કહે છે. મારું કોઈ જબ્બર ગજું નથી. છતાં તમે ફરમાવો.” સંગ્રામ વાઘેરે નરમાશથી કહ્યું.

“મુઝફ્ફરશા માથે દબાણ થાય તો તમે સંઘરી શકશો ?”

“મારી તાકાત મુજબ સંઘરીશ.”

“તમારી તાકાત કેટલી, દરબાર ?” રાવ ભારાજીએ પૂછ્યું : “આ તો દિલ્હીના પાદશાહનો બહારવટિયો છે. વહેમ પડશે તો આખેઆખો સળગાવી દેશે, જાણો છો, દરબાર ?”

“સાચી વાત કહો છો, રાવબાપુ.” સંગ્રામે વિશેષ નમ્રતાથી કહ્યું.

“આ તો માથાં સાટેનો મામલો છે, વાઘેર દરબાર ! આ કાંઈ વહાણ લૂંટવાની ચાંચિયાવાળી નથી.” રાવ ભારાજીએ ઉપરાછાપરી દમ ભીડવા માંડ્યો.

“હું વધુ તો શું કહું ?” સંગ્રામ વાઘેર જરા માથું ઊંચું કરીને બેઠકનાં તમામ મોઢાં તરફ આંખો પસારી મક્કમ અવાજે બોલ્યો : “હું મુઝફ્ફરશાનાં બાળબચ્ચાંને ઠેકાણાસર રવાના કર્યા પહેલાં મારા છ મહિનાથી માંડી પચીસ વરસના છૈયાને ય વહાણમાં નહિ ચડાવી દઉં. મારે આંગણે જગતનો દેવતા છે. એ ઠાકરની સાખે આથી વિશેષ શું કહી શકું ?”

એમ બોલીને કાબા કુળનો એ સીસમ સરીખો કાળો વારસદાર પોતાના કેડિયાની અંદર હાથ નાખી ગળાની માળા થોડીક બહાર કાઢીને સૌની સામે જોઈ રહ્યો.

“ઘણું બાપ, ઘણું એટલું તો.” રાવ ભારાએ રમૂજ કરી : “એક